મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કયર્િ છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લ ા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં જી20 મીટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ, બંને સફળતાપૂર્વક સંપન્ન થયા છે. તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિક્ધડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. છેલ્લ ા ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઘણી મહત્ત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી છે, જે ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની છબીને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતની જનતાની સેવાના ત્રણ વર્ષોમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ’ટીમ ગુજરાતે’ દરેક ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે. વડાપ્રધાનએ ’વિકસિત ભારત 2047’ નું જે વિઝન આપ્યું છે, તેને ’વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ ની નેમ સાથે સાકાર કરવા માટે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુશાસનનાં ત્રણ વર્ષ પુરા કયર્િ છે અને આ બે વર્ષમાં તેઓએ જનકલ્યાણ, લોકહિત અને સ્વસ્પર્શી નિર્ણયો કરીને ગુજરાતને એક નવી જ ઊંચાઈ ઉપર લઇ ગયા છે.આ માટે તેઓ અભિનંદનના અધિકારી છે તેમ જણાવી સૌરાષ્ટ્ર ભાજપ્ના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે કે, મૃદુ, મક્કમ તથા નિણર્યિક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 13 સપ્ટેમ્બર 2024ને બુધવારના રોજ પોતાના કાર્યકાળનાં ત્રણ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી રહ્યા છે. આ બે વર્ષમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ સંખ્યાબંધ એવા નિર્ણયો લીધા છે જેનો લાભ ગુજરાતની 6 કરોડની પ્રજાને મળ્યો છે એટલું જ નહી પણ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત અગ્ર ક્રમે છે. ગાંધીનગરમાં જી-20 એનજીર્ ટ્રાન્ઝિશન્સ વર્કિંગ ગ્રૂપ્ની બીજી બેઠકનું આયોજન કરાયું હતું અને આ સિવાય જી-20 અંતર્ગત 3જી નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક યોજાયી જેમાં ગિફટ સિટી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આમ ગુજરાતને વિશ્વના નકશા ઉપર મુકવાનો શ્રેય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જાય છે. શિક્ષણ ક્ષેત્રે પણ ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુંદર કામગીરી થઇ છે. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના 20માં તબક્કાનું સફળતા પૂર્વક આયોજન થયું. 27 જિલ્લ ાઓની 27,368 પ્રાથમિક શાળાઓની 46,600થી વધુ મહાનુભાવોએ મુલાકાત લીધી. 9 લાખ 77 હજાર ભુલકાઓનો આગણવાડી પ્રવેશ- ધોરણ-1 માં 2.30 લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. માતૃભાષાને પ્રોત્સાહન અને રક્ષણ થકી રાજ્યની સંસ્કૃતિ અને અસ્મિતા જાળવી શકાય તે માટે ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ કરજિયાત કરતો કાયદો બનાવ્યો છે. ગુજરાતમાં ભાજપ્ની સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણય લેનારી બની રહી છે. મુખ્યમંત્રીએ રાજ્યના ખેડૂતોને સિંચાઇ માટે વધારાનું 2.27 મિલીયન એકર ફીટ પાણી આપવાનો નિર્ણય લઈને મોટો લાભ આપ્યો હતો. આ ઉપરાંત 100 દિવસમાં રાજ્ય સરકાર દ્વારા 3. 417 કરોડની રકમ વ્યાજ સહાય પેટે ચૂકવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપ સરકારે લોકોના આરોગ્યનું પણ પૂરું ધ્યાન રાખ્યું છે અને કોઈ સારવાર વગરનું ન રહે તેવી કાળજી રાખી છે તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે ઉમેર્યુ છે.
રાજકોટ ખાતે હીરાસર એરપોર્ટનું નિમર્ણિ થયું તેમાં પણ ગુજરાત સરકારની ખાસ ભૂમિકા રહી છે અને આજે સરકારી પ્રયાસોથી રાજકોટ જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છને સુવિધા મળી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રવાસન અને યાત્રાધામોનો પણ વિકાસ કર્યો છે તેમ જણાવી રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે,અંબાજી-દ્વારકા-પાવાગઢ-બહુચરાજી-માતાનો મઢ-માધવપૂર કૃષ્ણ-રૂકમણી તીર્થસ્થાનોનો સર્વગ્રાહી વિકાસ એ સરકારની પ્રાથમિકતા છે. દ્વારકાધીશ મંદિર અને પરિસરનો સંપૂર્ણ વિકાસ કરવા માટે યાત્રાધામ કોરીડોર બનાવી દ્વારકા નગરીના મૂળ વૈભવને પુન: સ્થાપિત કરવાની દિશા માં પ્રગતિ થઇ રહી છે. રાજુભાઈ ધ્રુવે ગુજરાતના ચોતરફા અને સર્વાંગીણ સંતુલિત વિકાસ બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને તેમના નેતૃત્વ હેઠળ ની ભાજપ સરકાર ને હૃદયપૂર્વક ના અભિનંદન પાઠવી અઢળક શુભેચ્છાઓ આપી ગુજરાત ની વણથંભી વિકાસયાત્રા ને મંગલમય શુભકામનાઓ પાઠવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, જીવ બચાવવા યુવતી 5માં માળેથી કૂદી...જૂઓ લાઈવ વીડિયો
April 29, 2025 10:02 PMઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, 5માં માળેથી કૂદેલી યુવતીને લોકોએ બચાવી, 27નું રેસ્ક્યૂ
April 29, 2025 09:59 PMઅમેરિકામાં ટ્રક ચલાવવું હોય તો અંગ્રેજી શીખવી પડશે... રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવો આદેશ જારી કર્યો
April 29, 2025 07:35 PMPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech