મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ કોન્ટ્રાકટ્સ ઓપરેશન્સનો બેલ રિંગીંગ સેરિમનીથી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ નાણાંકીય નવીનતાના ક્ષેત્રોમાં સતત અગ્રણી રહેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના આ નવા લોન્ચિંગથી વૈશ્વિક રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ માટે સરળતા થશે તેવી અપેક્ષા દર્શાવી હતી.
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, ઇન્ડિયા INX પર યુ.એસ. ડોલર આધારિત સેન્સેક્સ ફ્યુચર એન્ડ ઓપશન્સ કોન્ટ્રાક્ટસ એક મહત્વપૂર્ણ પગલું છે. એટલું જ નહીં, ભારતીય નાણાંકીય બજારોને વૈશ્વિક રોકાણ વ્યવસ્થા સાથે વધુ નજીકથી જોડાવાની તક પણ પૂરી પાડનારું આ કદમ છે. ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં સતત નવા આયામો ઉમેરાઈ રહ્યા છે તેની સરાહના કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરોગામી વિઝનથી કાર્યરત થયેલું ગિફ્ટ સિટી આજે વિશ્વભરમાં ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે.
તેમણે ઉમેર્યું કે, ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર અને બુલીયન એક્સચેન્જ સફળતાપૂર્વક અપરેશનલ છે. આ ઉપરાંત બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ માર્કેટ સર્વિસીઝનું પણ સંચાલન થાય છે. નાના-મોટા અનેક ફિનટેક સાથે ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હોમ બનવા તરફ જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં ગતિ કરી રહ્યું છે તેમાં આ નવો પ્રારંભ વધુ બળ આપશે
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, તાજેતરમાં રજૂ થયેલા મોદી 3.O સરકારના વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં ગિફ્ટ સિટી ખાતે IFSCમાં કાર્યરત ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ માટે એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનના જે પ્રાવધાનો કરવામાં આવ્યા છે તેના પરિણામે IFSCમાં ફાઇનાન્સિયલ ઇકો સિસ્ટમ વધુ સંગીન અને ગિફ્ટ સિટીની ગ્લોબલ ઓળખ વધુ સુદ્રઢ બનશે. આ અવસરે BSE લિમિટેડના એમ.ડી. અને સી.ઈ.ઓ સુંદરરામન રામમૂર્તિએ કી નોટ એડ્રેસ આપ્યું હતું. ઇન્ડિયા INXના એમ.ડી. અને સી.ઈ.ઓ. વિજય કૃષ્ણમૂર્તિએ સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા અને લોન્ચિંગ અવસરની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. ગિફ્ટ સિટીના એમ.ડી. તપન રે તથા ફિનટેક, ઇનોવેશન્સ, ફાઇનાન્સ અને બેન્કિંગ સેક્ટરના અગ્રણીઓ તેમજ આમંત્રિતો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech