CM ભુપેન્દ્ર પટેલે રાજકોટમાં કહ્યું- સરકાર તમારી સાથે ઉભી છે તો તમારે પણ સરકાર સાથે ઉભું રહેવું પડેને

  • March 26, 2025 05:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે આવી પહોંચ્યા છે. સૌથી પહેલા તેઓ હેમુ ગઢવી હોલ ખાતે સનદ વિતરણ કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા. અહીં તેઓએ જણાવ્યું હતું કે, સરકાર તમારી સાથે ઉભી છે તો તમારે પણ સરકાર સાથે ઉભું રહેવું પડેને. નરેન્દ્રભાઈએ છેવાડાના માણસને ધ્યાને રાખી સરકારે દરેક યોજના બનાવી છે.


વધુમાં જણાવ્યું હતું કે, વિકસિત ભારત સાથે વિકસિત ગુજરાત સાથે આપણે સૌ આગળ વધીએ. વરસાદનું પાણી આપણે જમીનમાં ઉતારીએ તો આપણું ભવિષ્ય પણ સુરક્ષિત રહેશે. 


​​​​​​​

મુખ્યમંત્રીનો રાજકોટ શહેરનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

  • ૪-૧૫ કલાકે રાજકોટમાં આગમન
  • ૪-૩૦ કલાકે હેમુ ગઢવી હોલમાં સનદ વિતરણ કાર્યક્રમ
  • ૫-૧૫ કલાકે હેમુ ગઢવી હોલથી રવાના
  • ૫-૩૦ કલાકે કટારીયા ચોકડી ખાતે મનપા-રૂડાનો ખાતમુહૂર્ત-લોકાર્પણ સમારોહ, સ્ટેજ પ્રોગ્રામ, જાહેર સભા
  • ૬-૧૫ કલાકે સ્ટેજ પ્રોગ્રામ પૂર્ણ
  • ૬-૩૦ કલાકે પેરેડાઈઝ હોલ ખાતે સનદ વિતરણ સમારોહમાં હાજરી
  • ૭-૧૫ કલાકે શ્રીનાથધામ હવેલી ખાતે વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશનના કાર્યક્રમમાં હાજરી
  • ૯-૦૦ કલાકે રાજકોટ શહેરથી હીરાસર એરપોર્ટ જવા રવાના
  • ૯-૪૫ હીરાસર એરપોર્ટથી અમદાવાદ જવા રવાના


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application