અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર સસ્પેન્ડ; હવે કોનો વારો આવશે ?

  • June 27, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નાગરિકોના કરૂણ મોત બાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને તપાસમાં જેમની બેદરકારી ખુલે અને ધરપકડ થાય તેમને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે, જેમાં હવે ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને સસ્પેન્ડ કરવા મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇ દ્વારા હુકમ કરાયો છે. વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરએ ગેમઝોનમાં અગાઉ લાગેલી આગ વખતે ફરજમાં બેદરકારી દાખવી ફાયર એનઓસી છે કે નહીં તેની તપાસ કરી નહીં હોવાનું બહાર આવ્યું હોય ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. ઇલેશ ખેર ઉપર ફરજમાં બેદરકારી દાખવવાનો આરોપ છે અને તેમની ધરપકડ બાદ તેમને સસ્પેન્ડ કરાયા છે. સસ્પેન્શનના શ્રેણીબધ્ધ હુકમોથી મહાપાલિકાના મહેકમમાં ખળભળાટ મચી ગયો છે અને એક જ ચચર્િ જોવા મળી રહી છે કે હવે કોનો વારો આવશે ?

મહાપાલિકાના કુલ સાત અધિકારી સસ્પેન્ડ
(1) ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા
(2) આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોષી
(3) તત્કાલિન એટીપી- ડેપ્યુટી ઇજનેર મુકેશ મકવાણા (4) આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી
(5) ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા
(6) ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા
(7) ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application