પોરબંદર અને રાણાવાવમાં અસામાજિક તત્વોને ત્યાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ૨૧ ઈસમો કમલાબાગ પોલીસ મથકની હદમાં અને ત્રણ ઈસમો રાણાવાવ પોલીસ મથકની હદમાં હતા ત્યાં તેમના ઘરે તપાસ કરીને સવા ચાર લાખનો વીજ ચોરીનો દંડ ફટકારીને ત્રણના કનેક્શન કાપવામાં આવ્યા હતા.
પોરબંદરમાં તપાસ
ડી.જી.પી તરફથી અસામાજીક ગુંડા તત્વો વિધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે ૧૦૦ કલાકની અંદર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અસામાજીક ગુંડા તત્વો સામે સત્વરે કડક કાર્યવાહી કરવા યાદી તૈયાર કરાવી જે યાદી મુજબના તમામ અસામાજીક ગુંડા તત્વો ઉપર અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયેમદદનિશ પોલીસ અધિક્ષક સાહિત્યા વિ. ના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.સી.કાનમિયા પો.સબ.ઇન્સ જે.એલ.જાડેજા આર.ડી.નિનામા કે.જે.બલદાણીયા તથા કમલાબાગ પો.સ્ટેના પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી પી.જી.વી.સી.એલ વિભાગના સ્ટાફને સાથે રાખી લીસ્ટમાં જણાવેલ પોસ્ટે વિસ્તારના અસામાજીક ગુંડા તત્વો ઉપર ચેકીંગની કામગીરી હાથધરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે.
કુલ ૨૧ અસામાજીક ગુંડા તત્વોને ત્યા ચેકીંગ દરમિયાન કુલ-૦૭ અસામાજીક ગુંડા તત્વોને ત્યા ગેરકાયદેસર વીજ કનેકશન ધ્યાને આવતા પી.જી.વી.સી.એલ ટીમ દ્વારા કુલ રૂ.૧,૭૫,૮૦૦/- નો વીજ દંડ કરવામાં આવેલ છે. તેમજ ૩ વીજ કનેકશન કટ કરવામાં આવેલ છે.
રાણાવાવમાં તપાસ
રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.એન.તળાવીયા તથા પો.સબ.ઇન્સ આર.વી.મોરી તથા રાણાવાવ પો.સ્ટેના પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી પી.જી.વી.સી.એલ તથા રેવન્યુ વિભાગના સ્ટાફને સાથે રાખી લીસ્ટમાં જણાવેલ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજીક ગુંડા તત્વો ઉપર ચેકીંગની કામગીરી હાથધરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે કુલ ૩ અસામાજીક ગુંડા તત્વોને ત્યા ચેકીંગ ગેરકાયદેસર વીજ કનેકશન ધ્યાને આવતા પી.જી.વી.સી.એલ ટીમ દ્વારા કુલ .૨,૫૫,૭૭૮/- નો વીજ દંડ કરવામાં આવેલ છે. તેમજ ત્રણેય વિધ્ધ વીજચોરી અંગે ગુન્હા દાખલ કરવામાં આવેલ છે.કુલ ૩ અસામાજીક ગુંડા તત્વોએ ગેરકાયદેસર બાંધકામ કે સરકારી જમીન ઉપર દબાણ કરેલછે કે કેમ? તે અંગે જરૂરી ખરાઈ કરી કાર્યવાહી કરવા માટે લગત કચેરીને રીપોર્ટ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅજય દેવગનનો પુત્ર યુગ કરાટે કિડ લેજેન્ડ્સમાં પોતાનો અવાજ આપશે
May 15, 2025 11:40 AM'જાટ' ઓટીટી પર રિલીઝ કરવા નિર્ણય
May 15, 2025 11:39 AMનિર્માતાઓએ ફેરવી તોળ્યું, ભૂલ ચૂક માફ' હવે સિનેમાઘરોમાં આવશે
May 15, 2025 11:39 AMસોશ્યલ મિડીયા પર રાષ્ટ્ર વિરોધી ક્ધટેન્ટ ફેલાવતા શખ્સને પકડી લેતી જામનગર સાયબર ક્રાઇમ
May 15, 2025 11:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech