કંપનીના એકજીક્યુટિવની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને તપાસ કરાઇ : પાંચ વિક્રેતા સામે ફરીયાદ
જામનગર શહેરમાં ટાઉનહોલ સર્કલ સહિતના આસપાસના વિસ્તારમાં આવેલી મોબાઇલ વિક્રેતાઓની અનેક દુકાનોમાં આઈફોન કંપનીના પ્રતિનિધિની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને આઈફોન મોબાઈલની ડુપ્લીકેટ એસેસરીઝના વેચાણ સંદર્ભમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા, જેને લઈને અને વિક્રેતાઓમાં દોડધામ થઈ હતી. દરમ્યાન કંપનીના સીમ્બોલવાળી ડુપ્લીકેટ એસેસરીઝ કિ. ૭.૬૫ લાખનો મુદામાલ વેચાણઅર્થે રાખ્યાનું સામે આવતા પાંચ વિક્રેતાઓ સામે કોપીરાઇટ એકટ મુજબ સીટી-બી ડીવીઝનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
જામનગર શહેરમાં મોબાઇલ ફોનમાં વેચાણની અનેક દુકાનો ખૂલી ગઈ છે, અને તેમાંય ખાસ કરીને આઈફોન કે જેની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે આઈફોન ની મોબાઇલ કંપનીના પ્રતિનિધિઓની ૧૫ જેટલી ટિમ જામનગર આવી પહોંચી હતી, અને સ્થાનિક પોલીસને સાથે રાખીને અનેક દુકાનોમાં ચેકિંગ કર્યું હતું.
ખાસ કરીને જામનગરના ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં ઉપરાંત લીમડાલેન, દિગ્વિજય પ્લોટ, અંબર સિનેમા રોડ સહિતના વિસ્તારોમાં દરોડાઓ પાડીને ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને આઈફોન મોબાઇલની ડુપ્લીકેટ એસેસરીઝના સંદર્ભમાં સામુહિક રીતે ચેકિંગ ની કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને દેકારો મચી ગયો હતો.
દરમ્યાનમાં શહેરના ટાઉનહોલ શોપીંગ સેન્ટર ખાતે તપાસ દરમ્યાન પાંચ વિક્રેતા ઝપટમાં આવ્યા હતા આ અંગે મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો, અમદાવાદ મણીનગરના મધુકુંજ સોસાયટીમાં રહેતા અધિકારી વિશાલસિંહ જાડેજા દ્વારા સીટી-બી ડીવીઝનમાં રબ્બાનીપાર્કમાં રહેતા વેપાર કરતા મહેબુબ મહમદ મેતર, બેઠક પાસે રહેતા વિનોદ પરસોતમ કટેશીયા, પાંચહાટડીના સરફરાઝ યુનીસ તાસમાણી, નવાનગર સ્કુલ રોડ પાસે રહેતા કલીમ હનીફ બ્લોચ અને મોચીસાર ખાતે રહેતા હાસમ ઇકબાલ ફુલવાલાની વિરુઘ્ધ કોપીરાઇટ એકટનો ભંગ કરવા સબબ ફરીયાદ કરવામાં આવી હતી.
જેમા જણાવ્યુ હતું કે ઉપર જણાવેલા વેપારી વિક્રેતાઓને અનુક્રમે ન્યુ મોબાઇલ ડોટકોમ, જય માતાજી મોબાઇલ પોઇન્ટ, મોબાઇલ સોલ્યુશન, યુઝ એન્ડ બાય તથા સેલ પોઇન્ટ આ તમામ દુકાનધારકોએ આઇફોન કંપનીના એપલના સિમ્બોલવાળી ડુપ્લીકેટ મોબાઇલ એસેસરી ા. ૭.૬૫ લાખનો મુદમાલ વેચાણઅર્થે રાખી તમામ દુકાનધારકો વિરુઘ્ધ ધ કોપીરાઇટ એકટનો ભંગ કરી ગુનો કર્યા બાબત કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની સરકારી જીજી હોસ્પીટલમા કોરોનાનો અલાયદા વોર્ડ ઉભો કરવામા આવ્યો
May 24, 2025 01:09 PMજામનગર શહેરમાં કોરોનાની રી-એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું...
May 24, 2025 12:43 PMબ્રિટની સ્પીયર્સે પ્રાઇવેટ જેટમાં સિગારેટ સળગાવી, લોકોએ મચાવ્યો હંગામો
May 24, 2025 12:03 PM20 વર્ષીય Rasha Thadani's neck tattoo becomes a topic of discussion
May 24, 2025 12:00 PMસુનીલ શેટ્ટીની 'કેસરી વીર'ની દહાડ ફીકી પડી
May 24, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech