જામનગરની કોવિડ હોસ્પીટલમાં ફાયર સેફટી વ્યવસ્થાનું ચેકીંગ

  • April 28, 2021 08:50 PM 

તમામ ખાનગી હોસ્પીટલના સ્ટાફને ફાયર સેફટી અંગેની તાલીમ અપાશે: હોસ્પીટલ આસપાસ ફાયર ફાઇટરો અને સ્ટાફ રાઉન્ડ ધ કલોક મુકાયો

જામનગર શહેરમાં કોવિડ હોસ્પીટલની બાજુમાં ફાયર ફાઇટર અને રાઉન્ડ ધ કલોક કર્મચારીઓને જવાબદારી સોંપવામા આવી છે એટલુ જ નહીં જામનગરની 13 જેટલી ખાનગી હોસ્પીટલમાં ફાયર સેફટી અંગેની ચકાસણી કરવામાં આવી રહી છે અને હોસ્પીટલોમા સતત ચેકીંગની કાર્યવાહી કરવામાં આવશે.

જાણવા મળતી માહિતી મુજબ કોવિડ હોસ્પીટલ આજુ બાજુ કોઇપણ જાતની અનીચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર સેફટીની વ્યવસ્થા રાખવામાં આવી છે, ચિફ ફાયર ઓફીસર કે.કે. બિશ્નોઇ, ફાયર અધિકારી જયવીરસિંહ રાણા, પાંડે તથા અન્ય અધિકારીઓ ખાનગી હોસ્પીટલોમાં પણ એકાતરા ચેકીંગ કરી રહયા છે ઉપરાંત બાયોવેસ્ટનો સારી રીતે નિકાલ થાય તે માટે ચકાસણી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પીટલની આજુબાજુમા આઠ આઠ કલાકની 3 શીફટમાં ફાયર અધિકારીઓ  અને કર્મચારીઓ હાજર રહેશે જી.જી. હોસ્પીટલના પરિસરમાં ફાયર ફાઇટર રાખવામાં આવ્યુ છે અને સતત મોનીટરીંગ કરવામાં આવી રહયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS