ગુજરાત હાઇકોર્ટના હુકમ બાદ રાજયભરમાં પોલીસ હેલ્મેટ ફરજીયાત બનાવવા સતર્ક બની છે. આજે રાજકોટમાં પણ પોલીસે મનપા સહિતની કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઇવ રાખતા ઉઘાડા માથે ટુ વ્હીલર પર આવેલા અનેક દંડાયા હતા.
રાજકોટ મહાપાલિકાની મુખ્ય સહિતની અન્ય તમામ કચેરીઓમાં ફરજ બજાવતા હોય અને ટુ વહીલર લઇ આવતા હોય તમામ કર્મચારીઓને હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવાયું છે, અનેક હેલ્મેટ પહેયર્િ વિના આવતા કર્મચારીઓએ દંડ ભરપાઇ કરવો પડશે. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ દ્વારા પરિપત્ર પણ પ્રસિધ્ધ કરાયો છે. દરમિયાન આજે સોમવારની સવારે ખુલતી કચેરીએ આ અંગેની કડક અમલવારી શરૂ કરાતા તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા કચેરીના દરવાજે તૈનાત રહી કડક ચેકિંગ કરાતા હેલ્મેટ પહેયર્િ વિના આવેલા અનેક કર્મચારીઓ દંડાયા હતા.
વિશેષમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ દ્વારા પ્રસિધ્ધ કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઇજા-મૃત્યુના બનાવો ધ્યાને લેતાં માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરૂરી છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઇજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે. આથી, રાજય સરકારના તમામ સરકારી કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદા પાલન અને સલામતી-સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસરનો હેલ્મેટ ફરજીયાતપણે ઉપયોગ કરે તે આવશ્યક છે.
વધુમાં પરિપત્રમાં ઉમેર્યું છે કે, મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ નિયમ-129. હેઠળ, દ્રિચક્રી વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવાથી, સરકારની પુખ્ત વિચારણાને અંતે રાજ્યની તમામ સરકારી કચેરીઓનાં પરિસરમાં દ્વિચકી વાહન મારફતે આવતા-જતા અધિકારીઓ-કર્મચારીઓ-સ્ટાફ કે જે દ્વિચક્રી વાહન (મોટર સાઇકલ સ્કુટર વગેરે) પર આવતા જતાં વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારીઓ-કર્મચારીઓએ ફરજીયાતપણે નિયત ધોરણસરનું હેલ્મેટ પહેરીને જ સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ લેવાનો રહેશે, અન્યથા તેઓને સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ અટકાવી શકાશે.
રાજ્ય સરકારના પરિપત્ર મુજબ દ્વિચક્રી વાહન મારફતે આવતા-જતા અધિકારીઓ- કર્મચારીઓ-સ્ટાફ કે જે દ્વિચક્રી વાહન (મોટર સાઈકલ, સ્કુટર વગેરે) પર આવતા-જતાં વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારીઓ-કર્મચારીઓએ ફરજીયાતપણે નિયત ધોરણસરનું હેલ્મેટ પહેરીને જ સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ કરે તે અંગેની જાણ પોતાના પોતાના તાબા હેઠળના તમામ અધિકારી/કર્મચારીઓને કરવા તેમજ આ સુચનાનો ચુસ્તપણે પાલન કરવા તેમજ કરાવવા આથી તમામ શાખાધિકારીઓને આ પરિપત્રથી જાણ કરવામાં આવે છે તેમ અંતમાં જણાવ્યું છે.
અમુક નિયમિત હેલ્મેટ પહેરીને આવે છે તેમને પોલીસ તંત્રએ અભિનંદન પાઠવ્યા
રાજકોટ મહાપાલિકાની મુખ્ય કચેરીમાં ૧૫૦૦ ઉપરાંત ઝોન કચેરીઓ મળી કુલ ૪૫૦૦ જેટલા કર્મચારી ફરજ બજાવે છે જેમાં અનેક કર્મચારીઓ નિયમિત ટુ વહીલર લઇને આવે છે અને ચેકિંગ હોય કે ન હોય તેઓ નિયમિત હેલ્મેટ પહેરીને જ આવે છે. આજથી કડક ચેકિંગ શ થયું ત્યારે નિયમિત હેલ્મેટ પહેરીને આવતા કર્મચારીઓને ફરજ ઉપરના પોલીસ સ્ટાફએ અભિનંદન આપ્યા હતા
કચેરીમાં હેલ્મેટ રાખવા કયાં ? પરિપત્ર આવકાર્ય પણ કર્મચારીઓ મૂંઝવણમાં
રાજકોટ મહાપાલિકાના કર્મચારીઓને હેલ્મેટ પહેરવામાં વાંધો નથી પરંતુ કચેરીમાં હેલ્મેટ રાખવા કયાં ? તેવો પ્રશ્ન કર્મચારીઓમાંથી ઉઠવા પામ્યો છે. હેલ્મેટ પહેરીને જ આવવાનો પરિપત્ર આવકાર્ય બન્યો છે પરંતુ આ પરિપત્રને લઇને અન્ય આનુસંગિક સમસ્યાઓ સર્જાઇ છે. આ અંગે કઇં વ્યવસ્થા કરવા કર્મચારીઓ દ્રારા ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech