સિંધી કોલોની, ગાયકવાડી અને રૈયા રોડની બેકરીઓમાં ચેકિંગ; કેક–પેસ્ટ્રીનું સેમ્પ્લીંગ

  • December 29, 2023 06:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં થર્ટી ફસ્ર્ટ નાઇટ અને ન્યુ યર સેલિબ્રેશન માટે કેક અને પેસ્ટ્રીના ધૂમ ઓર્ડર અપાઇ રહ્યા હોય વેંચાણ થાય તે પૂર્વે મહાપાલિકા દ્રારા શહેરની સિંધી કોલોની, ગાયકવાડી, રૈયારોડ સહિતના વિસ્તારોની બેકરીઓમાં ચેકિંગ અને સેમ્પલિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. વિવિધ છ બેકરીઓમાંથી સાત સેમ્પલ લઇ તેમાં ભેળસેળ હતી કે કેમ ? તેના પરીક્ષણ અર્થે ફડ લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી હાથ ધરાઇ છે.


વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ફડ શાખાના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે ફુડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ ચેકિંગ અને સેમ્પલિંગની ડ્રાઇવ હાથ ધરાઇ હતી જેમાં (૧) ચોકો ફોરેસ્ટ કેક લુઝનું સેમ્પલ સ્થળ જલારામ બેકર્સ, ૫૯ ગાયકવાડી કોર્નર, સિંધી કોલોની મેઇન રોડ ખાતેથી (૨) મલાઈ પિસ્તા કેક લુઝનું સેમ્પલ સ્થળ– જલારામ બેકર્સ, ૫૯ ગાયકવાડી કોર્નર, સિંધી કોલોની મેઇન રોડ ખાતેથી, (૩) જર્મન ચોકલેટ કેક લુઝનું સેમ્પલ ઇઝી બેકરી, ડીલકસ ચોક, બેડીપરા, નાગરિક બેન્ક પાસે, ભાવનગર રોડ ખાતેથી (૪) ચોકલેટ કેક લુઝનું સેમ્પલ, પ્રતીક બેકરી, આર.કે.બંગ્લોઝ પાછળ, ૫૦ ફટ રોડ, મોરબી રોડ ખાતેથી, (૫) બ્લેક ફોરેસ્ટ કેક લુઝનું સેમ્પલ કેશવ બેકરી, સતનામ સોસાયટી, નવા જકાતનાકા પાસે, મોરબી રોડ ખાતેથી (૬) ચોકલેટ ટ્રફલ કેક લુઝનું સેમ્પલ આસ્થા બેકરી, રૈયા રોડ, રામનગર–૧ ખાતેથી અને (૭)સ્ટ્રોબેરી કેક લુઝનું સેમ્પલ કૌશર બેકરી, હનુમાન મઢી પાસે, રૈયા રોડ ખાતેથી લેવામાં આવ્યું હતું


નોનવેજની રેંકડીઓમાં ચેકિંગ: અખાધ ચિકનનો નાશ, લાયસન્સ લેવા નોટિસ
જંગલેશ્વર, ગોકુલ નગર, પટેલ સોસાયટી પાસેના કોમન પ્લોટ આસપાસથી નોનવેજ વેચાણ કરતાં પાંચ આસામી અને રેંકડીધારકોને ફડ લાયસન્સ–રજીસ્ટ્રેશન મેળવવા તથા હાઇજેનિક કન્ડિશનની જાળવણી બાબતે નોટિસ આપવામાં આવી હતી તેમજ શૈરાની કબાબમાંથી ચાર કિલો વાસી અખાધ્ય ચીકનનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ ઇલેવન એગ્ઝ, મિલન સ્વીટ માર્ટ, એવન બિરિયાની પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application