ખંભાળિયા નગરપાલિકા દ્વારા કોવિડ હોસ્પિટલોમાં ફાયર અંગે ચેકિંગ તથા મોકડ્રીલ કરાયું

  • April 28, 2021 08:35 PM 

ખંભાળિયા નગરપાલિકા તંત્ર દ્વારા પોલીસ વિભાગ તથા હેલ્થ વિભાગને સાથે રાખી ગઈકાલે મંગળવારે શહેરમાં આવેલ છ ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલોની વિઝીટ કરવામાં આવી હતી. આ હોસ્પિટલોમાં ફાયર સિસ્ટમની ચકાસણી કરાઈ હતી. આ સ્થળે હાજર ડોક્ટરો તથા સ્ટાફને ફાયર પ્રિવેંશન અંગેની જરૂરી સૂચનાઓ અને તાલીમ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં ખૂટતી જરૂરી ફાયર ઈકવિપમેન્ટનું ઈન્સ્ટોલેશન કરવા અંગેનું રિમાઇન્ડર આપવામાં આવ્યુ હતુ.

આ સાથે શહેરની કોઇપણ હોસ્પિટલમા આગજનીનો બનાવ ન બને તે માટે આગામી દિવસોમાં ખંભાળિયા શહેરમાં ઝુંબેશ સ્વરૂપે અન્ય તમામ હોસ્પિટલોનું પણ ફાયર ઓડિટની કામગીરી સાથે ચકાસણી કરવામા આવશે તેમ નગરપાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે. આ ઉપરાંત હોસ્પિટલ પ્રીમાઇસિસમાં ફાયર અંગેની એક મોકડ્રિલનું આયોજન પણ કરવામાં આવ્યુ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS