શહેરના આનંદનગર કોલોની કવાર્ટર નંબર 65 નીલકંઠ સિનેમા સામે રહેતા અલ્પેશ જીતેન્દ્રભાઈ કોટેચા (ઉ.વ 38) દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે શાપર વેરાવળમાં આવેલી ગુલાબ ઓઇલ એન્ડ ફ્રુડ નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે અને કોઈ પાર્ટીના ઓર્ડરની લેતીદેતીનું કામ સંભાળે છે.
ગત તારીખ 15/3 ના તેઓ પોતાની કંપની હતા ત્યારે સીમરસીંગ નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે રેસકોર્સ રીંગરોડ પર ગુરુદ્વારા આવેલું છે ત્યાં તેલના ડબ્બા 147 જોઈએ છે તો ક્યારે મળી જશે તેમ વાત કરતા ફરિયાદીએ કહ્યું હતું કે, ઓર્ડર આપ્યાના બે દિવસમાં મળી જશે જેથી તારીખ 17/3/2025 ના રોજ ઓર્ડર લખાવ્યો હતો. 147 ડબ્બા પૈકી એક ડબ્બાનો ભાવ 2205 લેખે કુલ 3,24,135 કિંમત થતી હતી. જે માલ પહોંચાડ્યા બાદ ચેકથી પેમેન્ટ આપવાની વાત થઈ હતી તા. 18/3/2025 ના સાંજના ચારેક વાગ્યે કંપનીએ છોટા હાથીમાં આ ડબ્બા ભરી બિલ સાથે ગુરુદ્વારા ખાતે મોકલેલું હતું. સાંજના પાંચેક વાગ્યે તેલના ડબ્બા ગુરૂવારના ગેટ પાસે બહારના ભાગે ઉતાર્યા હતા અને ડ્રાઇવરને સીમરસીંગે ચેક આપ્યો હતો તેમાં તા. 19/3/2025 લખેલી હતી અને તેને જણાવ્યું હતું કે, તારીખ 20 ના ચેક નાખજો એટલે તમારું પેમેન્ટ મળી જશે બાદમાં ફરિયાદીએ તા.20 ના આજે ચેક વટાવવા માટે નાખતા રિટર્ન થયો હતો. જેથી તેમણે આ નંબર પર ફોન કરતા ફોન બંધ આવતો હતો.
જેથી કંપનીના માલિક તથા અન્ય કર્મચારી અહીં ગુરુદ્વારે ગયા હતા ત્યાં ગુરુદ્વારાના ટ્રસ્ટી કબીરસિંહ છે જેમને તેમના ડબા બાબતે પૂછતા કહ્યું હતું કે અમે કોઈ તેલના ડબ્બા મંગાવ્યા નથી અને કહ્યું હતું કે તમારી પાસેથી જેણે તેલના ડબ્બા મંગાવ્યા છે તેણે તમારી સાથે છેતરપિંડી કરી છે તમારી જેમ જ બીજા ઘી વાળા ની સાથે પણ આવી રીતે છેતરપિંડી કરી છે ત્યારબાદ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, અનિકેતભાઈ સુરેશભાઈ વસદાણીનો પણ આ સીમરસીંગે સંપર્ક કરી ગુરુદ્વારામાં ઘીની જરૂરિયાત હોવાનું કહી ઓર્ડર આપ્યો હતો જેથી 250 લીટર ઘી તેમણે જંકશન પ્લોટમાં આવેલી પોતાની દુકાનેથી મોકલ્યું હતું જે બાદમાં કંપનીના બીજા ડીલર જેંતીલાલ સૂચક (રહે. વૈશાલીનગર શેરી નંબર 2) ની દુકાનેથી 270 લીટર ઘી ગુરુદ્વારા ખાતે મોકલ્યું હતું કુલ 520 લિટર ઘી અહી મોકલ્યું હોય અને અહીં ગુરુદ્વારા પાસે ઉતાર્યું હતું કંપનીના સેલ્સ ઓફિસરને ઘી ના રૂપિયા ની રકમ ચૂકવવા બે અલગ અલગ ચેક આપ્યા હતા જે ચેક રિટર્ન થયા હતા આમ તેમની સાથે 1,64,700 ની છેતરપિંડી કરી હતી સીમર સીંગ નામના આ શખસે બંને વેપારી સાથે મળી ઘી અને તેલ મંગાવી કુલ રૂપિયા 6,41, 335 ની છેતરપિંડી કર્યા અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: મોમાઈ નગરના રહીશોએ આપ્યું આવેદન
April 23, 2025 01:22 PM૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ"
April 23, 2025 12:52 PMજામનગર કલેકટર કચેરી ખાતે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ રાખવામાં આવ્યો
April 23, 2025 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech