જામનગરમાં ફેસબુક આઇડીથી ચિટીંગ કરનાર ઝડપાયો

  • July 27, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોન્ટેક લીસ્ટ જાણી ઓનલાઇનથી ચાર નાગરીકો સાથે છેતરપીંડી કરી

જામનગરના ચાર નાગરીકોના ફેસબુક એકાઉન્ટના એકસેસ મેળવી મેસેજર દ્વારા કોન્ટેક લીસ્ટ જાણીને આઇડીનો દુરુપયોગ કરી ઓનલાઇન છેતરપીંડી કરનાર ગુનેગારો પૈકી એક શખ્સને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે પકડી પાડયો છે.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ રેન્જમાં સોશ્યલ મિડીયા પ્લેટફોર્મથી થતા ઇકોનોમીક ઓફેન્સને નાબુદ કરવા સુચના કરેલ જેથી જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ સાયબર ક્રાઇમના પીઆઇ પી.પી.ઝાને નાગરીકોના સોશ્યલ મિડીયા પ્ેલટફોર્મ પર આઇડીના અનઓથોરાઇઝડ એકસેસ મેળવી મેસેજર દ્વારા કોન્ટેક લીસ્ટ જાણી આઇડીનો દુરુપયોગ કરી ઓનલાઇન છેતરપીંડી કરતા ઇસમોને પકડી પાડવા સુચના કરેલ જેથી સાયબર ક્રાઇમની વિશેષ ટીમ સતત તપાસમાં હતી.
જામનગરના એક ફરીયાદીને તેમના ફેસબુક મિત્રના ફેસબુક મેસેજર દ્વારા મેસેજ આવેલ કે તેનું ફેસબુક અકાઉન્ટ હેક થયેલ છે તો તેના પાંચ ફેસબુક મિત્રો ઓટીપી આપે તે તેનું ફેસબુક એકાઉન્ટ ફરી શરુ થઇ જશે જેથી તેના ફેસબુક મિત્રના કહેવાથી ફરયાદીએ કોઇ જાતની ખરાઇ કર્યા વગર તેમના મોબાઇલમાં આવેલ ઓટીપી ફેસબુક મેસેજર દ્વારા સામાવાળાને આપી દીધેલ હોય જે બાદ ફરીયાદીના પોતાના ફેસબુક એકાઉન્ટમાંથી પણ અન્ય ફેસબુક મિત્રો પાસેથી ગુજરાતીમાં મેસેજ દ્વારા રુપીયાની માંગણી કરી અને ફરીયાદીના ફેસબુક મિત્રોનું પણ આઇડી હેક કરવાનું કૃત્ય કરેલ હોય તેવા ચાર ભોગ બનનારે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે તથા સાયબર ક્રાઇમ હેલ્પડેસ્ક નં. ૧૯૩૦ પર ફરીયાદી કરી હતી.
જેની પ્રાથમિક તપાસ કરી જે આરોપી વિરુઘ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે કલમ ૪૧૯, ૪૨૦ તથા આઇટી એકટ કલમ ૪૩, ૬૬, ૬૬(ડી) મુજબનો ગુનો દાખલ કરી ગુનાના આરોપીને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલા શહેર વિભાગના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ દુદાભાઇ પરમારએ ટેકનીકલ એનાસીસ કરી આરોપીઓની માહિતી એકત્રીત કરી ખરાઇ કરેલ જે બાદ સાયબર ક્રાઇમના હેડ કોન્સ ભગીરથસિંહ જાડેજા તથા પો.કોન્સ દર્શીતભાઇ સીસોદીયા સતત તપાસમાં રહી આરોપીના લોકેશન મેળવી લોકેશન રાજકોટ ખાતેના આવતા હોય બાદ આરોપીના લોકેશન તપાસ સતત વોચમાં રહી લોકેશન સ્થીર થતા આરોપી હાર્દિક રમેશ ચૌહાણ રહે. ગૌતમ બુઘ્ધનગર વાવડી ગામ, રાજકોટ ખાતે પકડી પાડી ધોરણસર અટક કરી આગળની તજવીજ કરી હતી.
સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર અજાણ્યા સાથે મિત્રતા કરતા સાવધાન રહેવું, ઓટીપી કોઇ સાથે શેર કરવો નહીં, સોશ્યલ મિડીયા પર કોઇ રુપીયાની માંગણી કરે તો આપતા પહેલા ખરાઇ કરવી જોઇએ તેમ સાયબર પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application