ચેટબોટ ગ્રોક-3 તર્ક સાથે ઊંડાણપૂર્વક સંશોધન કરશે, આપશે સચોટ જવાબ

  • February 19, 2025 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
વિશ્વની સૌથી વધુ શ્રીમંત બિઝનેસમેન એલોન મસ્કની કંપની એક્સએઆઇએ ગઈકાલે તેનું નવું એઆઇ મોડલ ગ્રોક-3 લોન્ચ કર્યું. મસ્કનો દાવો છે કે આ વિશ્વનું સૌથી સ્માર્ટ એઆઇ છે. તે કંપનીના અગાઉના વર્ઝન ગ્રોક-2 કરતા 10 ગણું ઝડપી છે. એક્સએઆઇ ટીમનું કહેવું છે કે ગ્રોક-3 માત્ર તર્ક અને ઊંડાણ સાથે સંશોધન જ નહીં કરે પરંતુ તે સરળતાથી સર્જનાત્મક કાર્ય પણ કરી શકે છે. આ ચેટબોટ ગૂગલ, ઓપનએઆઈ અને એન્થ્રોપિક જેવી પશ્ચિમી એઆઇ કંપનીઓના મોડલની સાથે સાથે ચીનની ડીપસીક અને ક્વોનને પણ ટક્કર આપી શકે છે.


ફોર્બ્સના અહેવાલ મુજબ ગ્રોક-3 માં ત્રણ મુખ્ય લક્ષણો છે - 'ડીપ સર્ચ', 'થિંક' અને 'બિગ માઇન્ડ'. 'ડીપ સર્ચ' ફીચર યુઝર્સને ગહન સંશોધન કરવામાં મદદ કરશે.ડેમોમાં ગ્રોક-3ને પૃથ્વીથી મંગળ પર જવા માટે અને પૃથ્વી પર પાછા ફરવા માટે યોગ્ય માર્ગ શોધવા માટે કહેવામાં આવ્યું હતું. ફીઝિક્સના આ જટિલ પ્રશ્નને તેણે 114 સેકન્ડમાં ઉકેલી નાખ્યો. તેને માત્ર રસ્તો જ ન શોધ્યો પરંતુ તેની ગણતરી કરવામાં આવી અને દ્રશ્ય સ્વરૂપમાં દર્શાવવામાં આવી હતી. ટીમે સમજાવ્યું કે આ પ્રી-સ્ક્રીપ્ટેડ ડેમો નથી. તેનો અર્થ એ કે મોડેલ ભૂલ કરી શકે છે. જો કે ગ્રોક-3 એ કોઈ પણ ભૂલ વગર સાચો જવાબ આપ્યો હતો.

એક્સએઆઇ અનુસાર ગ્રોક-3 ફ્રીમાં એક્સેસ કરી શકાય છે. તેને માત્ર આઠ મહિનામાં તૈયાર કરવામાં આવ્યું હતું. તે સિન્થેટિક ડેટા સેટ્સ અને રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ જેવી તકનીકોથી સજ્જ છે. તે ગયા વર્ષે લોન્ચ કરાયેલ ગ્રોક-2 કરતાં વધુ એડવાન્સ અને કાર્યક્ષમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application