સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા વિભાગ સંબંધિત વિવિધ સેવાઓના ચાર્જમાં નવા શૈક્ષણિક સત્ર 2025 -26 થી 10% વધારો કરવાનો નિર્ણય બોર્ડ ઓફ મેનેજમેન્ટની મળેલી બેઠકમાં લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં ડિગ્રી કક્ષા સિવાયના આગળના વર્ષોની સેમેસ્ટર પરીક્ષાઓનું મૂલ્યાંકન જિલ્લા કક્ષાએ જ કરવાની નવી પોલીસી પણ ફાઇનલ કરવામાં આવી હતી.
જે તે ભવનના વડા બાબતે હેડશીપ બાય રોટેશનની જે પદ્ધતિ ચાલે છે તે બાબતે વિવાદ ઉઠ્યા પછી આ સંદર્ભે એક સમિતિની રચના કરવામાં આવી હતી અને સમિતિએ તેનો રિપોર્ટ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં રજૂ કર્યો હતો. આ રિપોર્ટ સંદર્ભે કોઈ નિર્ણય લેવાના બદલે તેના અમલીકરણની સત્તા કુલપતિને આપવાનું આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું.
આવા જ બીજા એક મહત્વના નિર્ણયમાં 62 વર્ષની વય નિવૃત્તિ બાદ સત્રાંત નિવૃત્તિના સમયગાળા દરમિયાન ફેકલ્ટી ભવન અધ્યક્ષનો હવાલો સંભાળી નહીં શકે તેવો નિર્ણય બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠકમાં લેવામાં આવ્યો છે. વિવિધ વિદ્યાશાખા અંતર્ગતની જુદા જુદા વિષયોની અભ્યાસ સમિતિઓમાં જે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે તેમની મુદત અઢી વર્ષની નક્કી કરવામાં આવી છે.
તારીખ 12 માર્ચના રોજ ફાઇનાન્સ સમિતિની, તારીખ 21 માર્ચના રોજ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની, તારીખ 28 જાન્યુઆરીના રોજ બોર્ડ ઓફ ડીન્સની અને તારીખ 17 માર્ચના રોજ બિલ્ડીંગ એન્ડ વર્ક કમિટીની બેઠકો મળી હતી તેના અહેવાલો પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આ ચારેય બેઠકની કાર્યવાહીને પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટે બહાલી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech