માંગરોળના શેરિયાજ દરિયા કિનારેથી ૧.૮૦ લાખની કિંમતનું ચરસ મળી આવ્યું

  • May 28, 2025 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દરિયા કાંઠે પ્રતિબંધિત અને નશીલા પદાર્થ મળવાનો સિલસિલો યથાવત છે. માંગરોળના શેરીયાજ દરિયા કિનારેથી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું ત્યારબાદ એસ ઓ જી ને જાણ કરી હતી અને એસઓજીની તેમણે પદાર્થને એફએસએલ માં મોકલવામાં આવ્યો હતો રિપોર્ટમાં મળી આવેલ પદાર્થ ચરસ હોવાનું સામે આવ્યું છે. પોલીસે . ૧.૮૦ લાખની કિંમતનો ચરસનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
માંગરોળના દરિયાકાંઠે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન શેરીયાજ દરિયા કાંઠેથી એક શંકાસ્પદ પેકેટ મળ્યું જે પેકેટમાં ૧૨૦૦ ગ્રામ ચરસનો જથ્થો હતો દરિયા કિનારે આ પેકેટ આવ્યું કયાંથી તે પ્રશ્નાર્થ સર્જાયો છે. અગાઉ પણ દરિયા કિનારે પ્રતિબંધિત નસીલા દ્રવ્યો મળી આવ્યા હતા દરિયાઈ પટ્ટી મારફત પ્રતિબંધિત નસીલા પદાર્થ ની હેરાફેરી જાણે કે વધુ સરળ હોય જેથી અવારનવાર માદક પદાર્થેા મળી આવે છે. હાલ તો એસ ઓ જી દ્રારા ચરસનો જથ્થો કયાંથી આવ્યો તે અંગે ઐંડાણપૂર્વકની તપાસ કરી રહી છે જેથી સોરઠના દરિયા કિનારેથી નસીલા પદાર્થની હેરાફેરી થતી હોવાની શકયતા પણ નકારી શકાતી નથી. પોલીસ દ્રારા સંભવત દરિયાઈ કરંટથી તરસના પેકેટ તરતા આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ દરિયામાં પેકેટ નાખ્યા કોણે તે તપાસનો વિષય બની ગયો છે. અગાઉ પણ દરિયાકાંઠેથી નસીલા પદાર્થ મળી આવ્યા હતા તે પણ બિન વારસું હોવાનું જણાવ્યું હતું પરંતુ હેરાફેરી કરે છે કોણ અને કોને મોકલે છે તે અંગે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ કરે તો નસીલા પદાર્થની મોટી હેરાફેરી ઝડપાવવાની સંભાવના પણ નકારી શકાતી નથી. માંગરોળ મરીન પોલીસ દ્રારા વધુ તપાસ હાથ ધરી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application