ડ્રગ્સ સબંધે સુરક્ષા એજન્સીની સધન તપાસ : પેણ બંદર નજીક એસઓજીની ટુકડીએ 987 ગ્રામ ચરસ જપ્ત કર્યુ : હાલારમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત
ગત વર્ષોમાં દ્વારકા પંથકમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો અને એ પછી જામનગર તથા અન્ય વિસ્તારોમાં પણ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સ પકડી પાડયુ હતું, દરમ્યાનમાં દ્વારકાના પેણ બંદરના દરીયા કાંઠેથી ચરસનો જંગી જથ્થો બિનવારસુ મળી આવતા કબ્જે કરીને આ દીશામાં જુદી જુદી સુરક્ષા એજન્સીઓએ તપાસમાં ઝંપલાવ્યું છે. બિનવારસુ 44.85 લાખનો જથ્થો સાંપડતા ભારે ચકચાર મચી જવા પામી છે.
દ્વારકા જીલ્લામાં ફરી એક વખત લાખોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે અને આ ડ્રગ્સ અહીં કોણ લાવ્યું એ સહિતના અંકોડા મેળવવા માટે તપાસ ચલાવવામાં આવી રહી છે, હાલ આ મુદે વધુ વિગતો સામે આવી નથી.
જાણવા મળ્યા મુજબ દ્વારકાના પેણ બંદરની આસપાસના દરીયા કાંઠેથી 987 ગ્રામ ચરસ જેની અંદાજે કિ. ા. 44.85 લાખ થવા જાય છે, આ બિનવારસુ ચરસ એસઓજીની ટુકડીએ કબ્જે કર્યુ હતું, એવી પણ વિગત જાણવા મળી છે કે દ્વારકાના વરવાળા પાસે આવેલ હોટલ સ્કાય કમ્ફર્ટ બીચની સામેના દરીયા કાંઠેથી આ ચરસ મળી આવ્યુ હતું. મુદામાલ કબ્જે કરીને ડ્રગ્સ સબંધે સુરક્ષા એજન્સીઓએ તપાસમાં ઝંપલાવ્યું છે.
વધુ એક વખત દ્વારકા પંથકમાં ચરસના બોકસ મળી આવતા ભારે ચકચાર મચી ગઇ છે, ગત વર્ષોમાં હેરોઇન સહિતનો ડ્રગ્સનો જથ્થો દ્વારકા પંથકમાંથી ઝડપાયો હતો એ પછી જામનગરમાં પણ ડ્રગ્સ મળી આવ્યુ હતું અને તપાસ એજન્સીઓ વધુ સતર્ક બની હતી, દરમ્યાન ચરસ મામલે હાલ અલગ અલગ ટુકડીઓને કામે લગાડવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech