કાલાવડના કોઠા ભાડુકીયામાં તીન પત્તીની મોજ માણતા ચાર ઝબ્બે

  • June 28, 2021 10:17 AM 

ડેમ કાંઠે બાતમીના આધારે પોલીસ પ્રગટી, રોકડ કબજે

કાલાવડ તાલુકાના કોઠા ભાડુકીયા ગામ પાસે આવેલ ચાપડા ડેમના કાંઠે ખરાબામાં બાવળના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રોકડ સાથે દબોચી લીધા હતા.

કાલાવડ ના કોઠા ભાડુકીયા ગામમાં ચાપડા ડેમના ખરાબામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા જગદીશ પરસોતમ કથીરિયા, મયુર હીરા ઠુમર, મનસુખ હંસરાજ કોરાટ, અને અરુણ દિનેશ ધામેલીયા (રે. બધા કોઠા ભાડુકીયા શિવનગર) નામના શખ્સોને રોકડ રૂપિયા 14050 અને ગંજી પત્તા તેમજ પટના 380 સહિતના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS