કોરોના થાય તે પહેલા જ ઝેર પીને મરી જવું છે તેમ કહી ચાપાબેરાજાના વૃદ્ધનો આપઘાત

  • May 17, 2021 11:04 AM 

શંખપુરની સીમમાં થ્રેસર મશીનમાં આવી જતા યુવાનનું મોત: કાનાલુસમાં બાઇક સ્લીપ થતાં એકનું મોત

કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, દરમિયાનમાં જામનગર તાલુકાના ચાપાબેરાજા ગામના એક વૃદ્ધે કોરોનાના ભય માત્રથી ઝેરી દવા પીને આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઇ જવા પામી છે. જ્યારે શંખપુર ની સીમમાં થ્રેસર મશીનમાં આવી જતા એક યુવાનનું કરૂણ મૃત્યુ નિપજયુ છે અને કાનાલુસમાં બાઈક સ્લીપ થવાથી સારવાર માટે ખસેડાયેલ વૃદ્ધે દમ તોડયો હતો.

જામનગર નજીક ચાપાબેરાજા ગામમાં રહેતા ભિખુભા નરૂભા જાડેજા ઉમર વર્ષ 75 નામના વૃદ્ધને કોરોના રોગની બીક લાગતી હોય અનેઅવર નવર ઘરે તથા ગામમાં કહેતા ફરતા હતા કે કોરોના થાય તે પહેલા મારે ઝેરી દવા પીને મરી જવું છે.

દરમિયાન ગત તારીખ 12 ના રોજ કોરોનાની બીકના કારણે સવારના સુમારે પોતાના ઘરે પોતાની મેળે ઝેરી દવા પી લેતા જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ચાપાબેરાજા ગામમાં રહેતા રોહિત સિંહ ભીખુભા જાડેજા દ્વારા પંચકોશી બીમાં ગત તારીખ 15 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જે અંગેની વિગતો પોલીસ દ્વારા ગઇકાલે જાહેર કરાઇ હતી.

જામજોધપુર તાલુકાના નરમાળા ગામમાં રહેતા મયુરભાઈ મુરુભાઈ ડાંગર ઉંમર વર્ષ 30 નામના યુવાન અકસ્માત મશીનમાં આવી જતાં શરીરે ગંભીર ઈજા થવાથી સારવાર માં લઇ જતા મરણ ગયાનું જાહેર કર્યું હતું.આ બનાવની જાણ રાજશીભાઇ અરજણભાઈ ડાંગર દ્વારા શેઠવડાળા પોલીસમાં કરવામાં આવી હતી, યુવાનના મૃત્યુથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય એક બનાવમાં લાલપુર તાલુકાના ડબાસગ ગામમાં રહેતા ગાંગાભાઈ પિંગળસુર નામના વૃદ્ધ તેમના પુત્રને મોટર સાયકલમાં બેસીને રિલાયન્સ કંપનીમાં લેવા માટે ગત તારીખ 27 ના રોજ જતા હતા. એ દરમિયાન કાનાલુસ ગામ પાસે પહોંચતા મોટરસાઈકલ સ્લીપ થવાથી ગંભીર ઇજા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ અને વધુ સારવાર માટે અમદાવાદ દાખલ કર્યા હતા જ્યાં ગત તારીખ 4 /4/21ના રોજ મૃત્યુ થયાનું નોંધાયું હતું દરમિયાનમાં અશ્વિન ગાગાભાઇ દ્વારા ગઈકાલે મેઘપર પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

જામનગરના મયુર ટાઉનશિપ ખાતે રહેતા હરિસ અભરામભાઈ દામા ઉંમર વર્ષ 57 ને છાતીમાં દુખાવો ઉપડતા બેભાન થઇ જતાં સારવાર માટે જી.જી હોસ્પિટલમાં લઇ જતા ત્યાં ફરજ પરના તબીબે તપાસીને મરણ ગયાનું જણાવ્યું હતું.આ બનાવની જાણ રમેશભાઈ દામા દ્વારા સીટી-એ ડિવિઝનના કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS