ચોટીલાનાં સણોસરા ગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુવારનાં ઓચીંતા પ્રાત અધિકારીએ ચકાસણી હાથ ધરતા ફરજ પ્રત્યે અનેક કર્મચારીઓની ચાલતી લાલીયાવાડી સહિતની ક્ષતિઓ ઝડપી પાડવામાં આવતા તાલુકાનાં આરોગ્ય વિભાગમાં હડકપં મચી ગયો હતો. ચોટીલા તાલુકાનાં ગ્રામ્ય પંથકમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં લાલીયાવાડી ચાલતી હોવાનું તેમજ મહત્વનાં ગણાતા આરોગ્ય વિભાગમાં એકબીજાનાં આશિર્વાદથી પત્રકો ઉપર જ ટકાટક પરંતુ વાસ્તવિકતામાં અનેક પ્રકારની બેદરકારી અંગે ન ખાનગીમાં ધ્યાન ઉપર આવતા ગુવારનાં નાયબ કલેકટર એચ. ટી. મકવાણા , પ્રાંત ચોટીલા એ સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની આકસ્મિક ચકાસણી હાથ ધરતા ચૌકી ઉઠેલ હતા.
પ્રાત અધિકારીની આકસ્મિક ચકાસણી દરમ્યાન મેડીકલ ઓફીસર ફરજ ઉ૫ર હાજર ન મળતા સ્ટાફને પુછતા તેઓ તાલીમમાં રાજકોટ ગયેલ હોવાનું જણાવેલ પરંતુ તેમના ચાર્જ કોને? તે અંગે હાજર સ્ટાફને કોઇ જાણ ન હતી તેમજ ફાર્માસિસ્ટ એમ.બી ઝાલા સતત ગેરહાજર રહેતા હોવાની તથા મહિનામાં એકવાર આવીને તમામ હાજરી પુરી જતા હોવાની વિગતો મળી હતી, એફએલએસ એ.કે. ૫રમાર, સ્વીપર મનસુખ ૫રમાર, આયા કિરણબા રાણા જેવા જવાબદાર કર્મચારી કોઇ૫ણ પ્રકારની મંજુરી વગર ગેરહાજર મળી આવેલ હતા.
ઓપીડી નો સમય સવારે ૦૯૦૦ કલાકે શ થતો હોવા છતા હોવા છતા ૧૦૩૦ સુધીમાં ૧૨ સામે ફકત ૪ સ્ટાફ જ હાજર મળેલ હતો. ચકાસણીમાં ફરજ ઉપરના ૮ કર્મી ગેરહાજર હતા આ સંદર્ભે ચોટીલા તાલુકા હેલ્થ ઓફિસર , ફાર્માસિસ્ટ અને અન્ય સંબંઘિતોને નોટિસો આપી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા ગુટલીબાજ અને લાલિયાવાડી ચલાવતા કર્મચારી વર્ગમાં ફફડાટ સાથે હડકંમ્પ મચી ગયો છે.
ઉપરાંત જનરલ ઓપીડી રજીસ્ટરમાં ૬૦ જેટલા દર્દીઓના નામમાં ફકત લીટા દોરેલ તેમજ ન ઉકેલી શકાય તેવા દર્શાવેલા, એક૫ણ દર્દીઓના મોબાઇલ નંબર ન હતો તમામના નામો સામે ફકત એક જ કેસ કાઢવામાં આવેલ છે, બાકીના કોઇ દર્દીના કેસો કાઢાંનું રેકર્ડે ન હતુ
કોલ્ડ ચેઇન રજીસ્ટર, ડેડ સ્ટોક રજીસ્ટર, ઇન્ડેન્ટ રજીસ્ટર, રેફરલ રજીસ્ટર વિગેરે નથી નિભાવે, બાયો–મેટ્રીક સીસ્ટમ હોવા છતા ફકત એક જ કર્મચારીએ થમ્પ થકી હાજરી પુરેલ અન્ય કોઇ સ્ટાફે હાજરી જ પુરેલ ન હતી, આવશ્યક દવાઓની યાદી ઉ૫લબ્ઘ હોવા છતાં કોઇ સ્પષ્ટ્રતા નહોતી હોસ્પિટલની ચોખાઇ અંગે કોઇ જ ચોકસાઇ નથી જોવા મળેલ, આવી અનેક ક્ષતિઓ ધ્યાને આવતા પ્રાત અધિકારી દ્રારા કડક કાર્યવાહી કરવા માટે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય તંત્રની બેદરકારીનો ભોગ ગ્રામ્ય સ્તરે ગરીબ અને સામાન્ય લોકો બની રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech