સૌ.યુનિ.ના કુલપતિ ૭ દિવસથી ગુમ થયા છે, શોધી આપે એમને ઈનામ: કોંગ્રેસનો અનોખો વિરોધ

  • January 01, 2024 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં પીએચડી પ્રવેશ પ્રક્રિયાને લઈ અનેક વિધાર્થી ઉમેદવારોની ફરિયાદ મળી કે, પ્રક્રિયામાં અનેક બાબતો નિયમો વિરુદ્ધ થઈ છે. જે અંગે અનેક રજુઆતો થયા બાદ પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ૩–૮–૨૦૨૨ના પીજી વિભાગના પરીપત્ર અનુસાર ફિઝીકલ હેન્ડીકેપ વિધાર્થીઓ માટે ૫ ટકા સિટો ફરજિયાત પીએચડી પ્રવેશ પ્રક્રિયામાં અનામત રાખવી જે આ વખતની પ્રક્રિયામાં ભગં કરવામાં આવ્યો છે. દિવ્યાંગજનો માટે વડાપ્રધાનએ અલગ આયોગની રચના કરી છે. ત્યારે સતાધીસોએ પોતે જ લાગતા વળગતાને પીએચડીમાં ઘુસાડવા માટે આયોજન કર્યુ છે કે શું?
શિક્ષણ વિભાગે પીએચડીમાં પ્રવેશ માટે ૨૪–૧૦–૨૦૧૬ના અનામત અંગે ગાઈડલાઈન આપી હતી. જેમાં મુદ્દા નં.૭માં સ્પસ્ટ જણાવ્યું હતું કે, એસસી–એસટીના વિધાર્થીઓ ઉપલબ્ધ ન થાય તો રાષ્ટ્ર્રીય કક્ષાના વર્તમાનપત્રોમાં બહોળી પ્રસિધ્ધી કરી એસસી–એસટીના વિધાર્થીઓ માટે અલગથી પ્રવેશ કાર્યવાહી કરાવાની રહેશે. આ નિયમોનો સરકારથી ઉપરવટ જઈને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ પછાત વર્ગને અન્યાય કર્યેા છે. જેથી એસસી–એસટી આયોગમાં ફરિયાદ કરીને ફોજદારી કેસ બને તેવી શકયતા છે. આટલા પુરાવા આપવા છતાં કોભાંડની તપાસ કરવાની જગ્યાએ કુલપતિ છેલ્લા સાત દિવસથી ઓફિસમાં પગ મુકતા નથી રાજકોટ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના સ્તાધીસોની બેદરકારીના કારણે ૩૦ હજાર વિધાર્થી ડિગ્રીથ વંચીત રહ્યા છે. આ ઉપરાંત ૧૫૦ વિધાર્થીઓ ગોલ્ડ મેડલથી વંચીત છે. અત્યારે પરીસ્થિતી એવી પેદા થઈ છે કે, હવે વિધાર્થીઓએ ગોલ્ડ મેડલ અને ડિગ્રી મેળવવા આંદોન કરવું પડી શકે છે. ડિગ્રીના અભાવે જે વિધાર્થીઓનો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવું છે તે પણ જઈ શકતા નથી. યુનિવર્સિટીના અણઘડ વહીવટ અને અણઆવડતના કારણે આ વર્ષે હજુ સુધી પદવીદાન સમારોહ પણ નથી યોજાયો જેથી તત્કાલ આ તારીખ જાહેર કરવામાં આવે તેમ કોંગ્રેસના ઝોનલ પ્રવકતા સોહિતસિંહ રાજપૂત તથા વિધાર્થી કાર્યકરોએ જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application