ED દ્વારા હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે. હવે ઝારખંડના નવા મુખ્યમંત્રી ચંપઈ સોરેન હશે. તેઓ મહાગઠબંધન (JMM, કોંગ્રેસ, RJD)ના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાયા છે. અહીં, મુખ્ય પ્રધાન હેમંત સોરેને ED કસ્ટડીમાં રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાનું રાજીનામું સોંપ્યું છે. તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.
જોકે, રાજભવન પહોંચ્યા બાદ હેમંત સોરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમના સ્થાને ચંપાઈ સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી હશે. ચંપાઈને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
હેમંત સોરેન આ પહેલા મંગળવારે અચાનક દિલ્હીથી રાંચી પહોંચ્યા હતા. સોરેને દિલ્હીથી રાંચી સુધી 1250 કિલોમીટરથી વધુ સડક માર્ગે મુસાફરી કરી હતી. અહીં તેઓ ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતાઓ અને સહયોગી ધારાસભ્યોને મળ્યા. આ બેઠકમાં સીએમ સોરેનની પત્ની કલ્પના સોરેન પણ હાજર હતી. જોકે તેઓ ધારાસભ્ય નથી. JMMનું કહેવું છે કે, બેઠકમાં વધુ વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી છે. બેઠકોમાં, ધારાસભ્યોએ હેમંત સોરેન સરકાર સાથે એકતા વ્યક્ત કરી અને કોઈના નામ વગર સમર્થનના પત્ર પર સહી પણ કરી. એવી અટકળો છે કે, હેમંતની ધરપકડની સ્થિતિમાં તેની પત્ની કલ્પના સોરેનને મુખ્યમંત્રીની બાગડોર સોંપવામાં આવશે.
EDએ સોમવારે જ નવી દિલ્હીમાં શાંતિ નિકેતન સ્થિત હેમંત સોરેનના ઘરેથી 36 લાખ રૂપિયા રોકડા, એક BMW કાર અને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. EDએ તેને આ અંગે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. સોરેને એ વાતનો ઇનકાર કર્યો હતો કે રોકડ અને કાર તેમની છે. આ ઉપરાંત, રાંચીના બડગઈ વિસ્તારમાં લગભગ ચાર એકર જમીનની માલિકી અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના સોરેનના જવાબોથી ED અધિકારીઓ સંતુષ્ટ ન હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૨૦૨૫માં આઈપીઓ દ્રારા ૭૫ કંપનીઓ ૨.૫૦ લાખ કરોડ રૂપિયા એકત્ર કરશે
December 23, 2024 11:52 AMખંભાળિયા નજીકના ટોલ પ્લાઝામાં નુકસાની કરવા સબબ ટ્રક ચાલક સામે ગુનો
December 23, 2024 11:51 AMસંભલમાં મંદિરના અસ્તિત્વના પુરાવાઓ મળ્યા, હવે લઈને જ રહીશું: રામભદ્રાચાર્ય
December 23, 2024 11:50 AMખંભાળિયા નગરપાલિકાના પેન્શનરો લાંબા સમયથી પેન્શન મળ્યું નથી...
December 23, 2024 11:49 AMવિશ્ર્વના બીજા સૌથી ધનવાન વ્યકિત જેફ બેઝોસના લગ્નમાં ૫૦૦૦ કરોડનો ખર્ચ થશે
December 23, 2024 11:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech