રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રાજકોટ-દિલ્હી અને રાજકોટ-મુંબઈ માટે સવારની દૈનિક ફલાઈટો શરૂ કરવા વિવિધ એરલાઈન્સ કંપ્નીઓને આમંત્રીત કરવામાં આવી છે, રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરનું કાયમી ટર્મીનલ આશરે બે મહિનમાં પુર્ણ થઈ જશે તેમજ ઈન્ટરનેશનલ ફલાઈટો પણ શરૂ થશે ત્યા2ે રાજકોટ-દુબઈ, રાજકોટ-સિંગાપોર-મલેશીયા-બેંગકોક (ફારઈસ્ટ) ની ઈન્ટરનેશનલ ફલાઈટો તાત્કાલીક શરૂ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા વિવિધ એરલાઈન્સ કંપ્નીઓ જેવી કે, એર ઈન્ડીયા, ઈન્ડીગો, સ્પાઈસ જેટ, વિસ્તારા, એર એશીયા, એર ઈન્ડીયા એકસપ્રેસ, અકાસા, એલાઈન્સ એરને આમંત્રીત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
વધુમાં રાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની યાદીમાં જણાવ્યું છે કે રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી એરલાઈન્સ સુવિધા મળી રહે તે માટે સરકારશ્રીમાં રજુઆતો કરવામાં આવે છે. રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોય તેમજ આશરે 25 લાખ જેટલી વસ્તી ધરાવતું શહેર છે. તેમજ ઈન્ડસ્ટ્રીયલ હબ તરીકે પણ ગણવામાં આવે છે ત્યા2ે રાજકોટ તથા તેની આસપાસ આશરે 1.25 લાખથી વધુ એમએસએમઇ એકમો આવેલા છે જેમાં ઓઈલ એન્જીન, કાસ્ટીંગ, બેરીંગ, ફોર્જીંગ, સબમર્શીબલ પમ્પ અને પાર્ટસ, કિચનવેર, હાર્ડવેર, ઓટોમોબાઈલ, સીએનસી ઓટોમેશન, ગોલ્ડ-સિલ્વર-ઈમિટેશન જેવા અનેક પ્રોડકટનું ઉત્પાદન થઈ રહયું છે અને આતર રાષ્ટ્રિય સ્તરે નિકાસ પણ થઈ રહયું છે. રાજકોટ શહેરની આસપાસ આશરે 100 કિ.મી.ની અંદર જામનગરમાં બ્રાસ પાર્ટસ, મોરબી સીરામીક હબ, પોરબંદરમાં ખાણ-ખનીજ અને મહાત્મા ગાંધીની જન્મ ભુમી, જુનાગઢ એગ્રીકલ્ચર અને ફુડ સ્પાઈસીસ, સુરેન્દ્રનગરામાં પોલ્ટ્રી વિગેરે જેવા ઔદ્યોગીક હબ તરીકે જાણીતા છે. જયારે દ્વારકા, સોમનાથ, ગિરનાર, ખોડલધામ-વિરપુર જેવા અનેક ઔતિહાસીક અને પર્યટક સ્થળોની દેશ વિદેશના લોકો મુલાકાત લેતા હોય છે.
આમ રાજકોટ તથા આસપાસના શહેરો ઔદ્યોગીક હબ તરીકે જાણીતા હોવાથી આયાત-નિકાસ પણ દિન પ્રતિદીન વધી રહયું હોય જેથી વિદેશી મુલાકાતીઓ પણ આવતા હોય છે તેમજ ઐતીહાસીક સ્થળોથી પથરાયેલ હોવાથી પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે ફલાઈટની કનેકટીવીટી વધારવી ખુબ જ આવશ્યક છે. હાલમાં રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 12 જેટલી ડોમેસ્ટીક ફલાઈટની ટ્રીપો ચાલી રહી છે તેમજ મહિને આશરે 90 હજાર જેટલા મુસાફરો મુસાફરી કરી રહયા છે ત્યારે આટલી ટ્રીપ ખુબ જ ઓછી ગણાય. ખાસ કરીને રાજકોટ-મુંબઈ તથા રાજકોટ-દિલ્હી બન્ને શહેરો ખાતે મુસાફરી કરનાર વર્ગ ખુબ જ વધારે છે તો તેને ધ્યાનમાં રાખી રાજકોટ-દિલ્હી માટે સવારની 6:00 વાગે અને 9:00 વાગે દૈનીક ફલાઈટ તથા રાજકોટ-મુંબઈ માટે સવારની 6:30 વાગે અને રીર્ટન દૈનીક ફલાઈટ સાજે 8:00 વાગ્યાની તાત્કાલીક શરૂ કરવી ખુબ જ જરૂરી છે. જેથી કરીને મુસાફરોને બિનજરૂરી રાત્રી રોકાણ ન કરવો પડે અને સમય તથા નાણાનો વ્યય ન થાય. વધુમાં મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખી વધારાની ડોમેસ્ટીક ફલાઈટો જેવી કે, રાજકોટ થી ગોવા (જે હાલ સપ્તાહમાં દર ત્રીજા દિવસે ચાલે છે) તે દૈનીક ક2વી, રાજકોટ-સુરત ફલાઇટને ઉદપુર સુધી લંબાવી મોટી કેપેસીટી સાથે શરૂ કરવી, રાજકોટ-ઇન્દોર, રાજકોટ-ચેન્નઇ, રાજકોટ-કોલકતા અને રાજકોટ-જયપુર-શ્રીનગરની ફલાઈટો શરૂ કરવી તે મુદ્દે પણ રજુઆત કરવામાં આવનાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech