40 દિવસ ઉપવાસ કરાશે: ઝૂલેલાલ મંદિરોમાં તડામાર તૈયારીઓ શ: છેલ્લાં દિવસે મટકી સરઘસ નીકળશે
જામનગરમાં આવતીકાલ મંગળવારે તા.16 જુલાઇથી સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલજી ના’ચાલીહા વ્રત- અનુષ્ઠાન મહોત્સવ’ શરૂ થશે. જે તા.25 ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં સિંધી સમુદાયના લોકો 40 દિવસ સુધી ઉપવાસ રાખી અનુષ્ઠાનમાં જોડાઈ પૂજા અને ધાર્મિક કાર્યોમાં પસાર કરે છે. ચાલીહાને લઇને જામનગરમાં આવેલા તમામ ઝૂલેલાલ મંદિરોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
જામનગરમાં આવેલા ઝૂલેલાલ મંદિરો માં ચાલીહા સાહેબ મહોત્સવને લઇને મંદિરોમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે. ધૂમધામથી રીતરિવાજ સાથે અનુષ્ઠાનમાં જોડાઈ ચાલીહા મહોત્સવ મનાવાશે. 40 દિવસ બાદ વ્રત ની સમાપ્તિ કરી 41 માં દીને મટકી અને ભહેરાણા સાહેબ સરઘસ સહિતના કાર્યક્રમો યોજી પુણર્હિુતી કરશે, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજ જોડાશે.
જામનગરમાં વસતા લાખો સિંધી ભાઇઓ-બહેનોમાં આ ઉત્સવને લઇને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, ચાલીહા સાહેબ મહોત્સવને લઈ સિંધી સમાજના ધર્મગુરુ પરમ પૂજનીય સંત સાંઈ શહેરાવારાજી જામનગર પધારી રહ્યા છે જેમાંના સાનિધ્યમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરાયું છે.
આ આયોજનની પરેખાને લઈ આયોજકો દ્વારા સાંજે 06:00 કલાકે નાનકપૂરીથી કાર્યક્રમ સ્થળ વેજુમાં સ્મૃતિ હોલ સુધી શોભાયાત્રાનું આયોજન કરાયુ છે ત્યારબાદ સાંજે 07:00 કલાકે શહેરાવાળા સાંઈજી ના સાનિધ્યમાં શહેર ના પવનચક્કી સર્કલ પાસે આવેલ હાલારી ભાનુશાળી સમાજની વેજુમાં વાડીમાં ભેરાણા સાહેબ- સત્સંગ-પ્રવચન તેમજ સિંધી મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરાયું છે, અને અંતિમ તબક્કામાં જ્ઞાતિજનો માટે ભંડારા પ્રસાદનો કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે.
આ ધાર્મિક પાવન અવસરે સિંધી સમાજના જ્ઞાતિજનો તેમજ સમાજની દરેક પંચાયત, સંસ્થાઓ મંડળોને પધારવા અનુરોધ કરાયો છે. તેમ સાંઈ પરિવાર જામનગર અને સંત કંવરરામ સેવા સમિતિ દ્વારા અખબાર યાદીમાં જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech