રાજ્યમાં પોલીસનો કેટલો ભય છે એ ધારીના ધારગણી ગામના બનાવમાં સામે આવ્યું છે. ચલાલાના પીઆઈએ ગુનાના આરોપીને તપાસ માટે ફોન કરતા શખસે પીઆઇને ગાળોભાંડી ફોનમાં ધમકી આપી હતી. પોલીસ અધિકારીને જો ગાળો ભાંડી અને ધમકી આપવામાં આવતી હોય તો આમ જનતા આવા લુખ્ખાઓથી કેટલી ફફડતી હશે એ પોલીસના પ્રજા રક્ષણ સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે.
ચલાલા પોલીસ મથકમાં તા.30ના મૂળ ઉનાના માણેકપુર ગામના અને હાલ ધારીના ધારગણી ગામે કેરીના બગીચાનો હિજારો રાખનાર કાનાભાઇ નાનજીભાઈ શિયાળને ધારીના ધારગણી ગામના ધીરુ ઉર્ફે ઘૂઘા રામકુ વાળાએ ધમકી આપી કહ્યું હતું કે, અમારા વિસ્તારમાં બગીચો રાખવો હોય તો મને લાખ રૂપિયા આપવા પડશે નહિતર તને અને તારા પુત્રને જાનથી મારી નાખીસ તું મને ઓળખતો નથી. આ અંગે કાનાભાઇએ ચલાલા પોલીસ મથકમાં શખ્સ ખંડણી માગતો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ધીરુ ઉર્ફે ઘૂઘા વાળા સામે ગુનો નોંધી શખ્સની અટકાયત માટે પોલીસ સ્ટાફ ઘરે ગયો હતો ત્યારે ઘુઘો વાળા હાજર મળી ન આવતા અરજદારને જે ધમકી આવતી હતી એ ફોન નંબરમાં પીઆઇ વસૈયાએ ફોન કરતા બે વખત ફોન ઉપાડ્યો ન હતો અને ત્રીજી વખતે ફોન ઉપાડ્યા બાદ પીઆઈ વસૈયા તરીકે ઓળખ આપી હોવા છતાં ઘૂઘા વાળાએ ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પીઆઇએ પોતે ફરિયાદી બની ફરજ રુકાવટનો ગુનો નોંધી શખ્સને ઝડપી લેવા ચક્રોગતિમાન તેજ કર્યા છે. ત્યારે પોલીસ અધિકારીને ધમકી આપનાર શખ્સનો વરઘોડો નીકળે છે કે કેમ એ જોવું રહયું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech