રાજકોટ મહાપાલિકામાં સાગઠીયા કાળમાં મંજૂર થયેલા વધુ એક બાંધકામ પ્લાન મામલે આજે વિવાદ સામે આવ્યો છે અને આ મામલે બિલ્ડર તેમજ આજુબાજુની સોસાયટીના રહીશો દ્રારા સામસામા આક્ષેપ કરવામાં આવ્યા છે, મવડી વિસ્તારમાં નિર્માણ કરાયેલા સોના મહોર કોમ્પલેક્ષ ના બાંધકામને નિયમ વિદ્ધ મંજૂરી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે આજે આ કોમ્પ્લેકસની તદ્દન બાજુમાં આવેલી પ્રગટેશ્વર પાર્ક અને વ્રજભૂમિ પાર્ક સોસાયટીના રહીશોએ ચક્કાજામ સર્જી દીધો હતો. દરમિયાન આ સમગ્ર મામલે ડખ્ખો થવાનું મુળ કારણ બન્ને કવર્ડ સોસાયટી પ્રગટેશ્વર પાર્ક અને વ્રજભૂમિ પાર્કની દિવાલ તોડવાની વાત છે. યારે બીજી બાજુ સોસાયટીની દિવાલ બિલ્ડીંગના માર્જિનમાં આવતી હોવાનું બિલ્ડર કહી રહ્યા છે.
પ્રગટેશ્વર પાર્ક અને વ્રજભૂમિ પાર્ક સોસાયટીના રહીશોએ આજે વ્હોટસ એપ મારફતે પ્રેસ–મીડિયાના પ્રતિનિધિઓને તેઓ મવડી વિસ્તારમાં થઈ રહેલા એક ગેરકાયદે બાંધકામ મામલે ચક્કાજામમ કરનાર હોવાની જાણ કરી હતી ત્યારબાદ બંને સોસાયટીના રહીશોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને સ્થળ ઉપરથી વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ત્યાં આગળ ૮૦ ફટનો રોડ છે છતાં વધુ બિલ્ડીંગ હાઇટ મંજૂર કરવામાં આવી છે, મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના અધિકારીઓએ અહીં ભ્રષ્ટ્રાચાર આચરીને બાંધકામ પ્લાન મંજૂર કર્યેા છે તેઓ આક્ષેપ કર્યેા હતો તેમજ આ મામલે હાઇકોર્ટ સુધી જવા પણ તૈયારી દર્શાવી હતી. લતાવાસીઓએ જણાવ્યું હતું કે તેમની સોસાયટી કવર્ડ સોસાયટી છે મતલબ કે કમ્પાઉન્ડ વોલ સાથેની સોસાયટી છે અને બિલ્ડર દ્રારા નિર્માણાધિન કોમ્પ્લેકસનું બાંધકામ પૂર્ણ થવામાં હોય હવે સોસાયટીના કમ્પાઉન્ડની દિવાલ દૂર કરવા માટે કાર્યવાહી કરનાર હોવાનું માલુમ પડતા રહીશોમાંથી વિરોધ વંટોળ ઉઠો છે.
ચક્કાજામ વેળાએ એકત્રિત થયેલા રહીશોએ આક્ષેપોની છડી વરસાવી હતી અને એવું પણ જણાવ્યું હતું કે ટીપી બ્રાન્ચમાં લાખો પિયાનો વહીવટ કરી આ કોમર્શિયલ કોમ્પ્લેકસનો બાંધકામ પ્લાન મંજૂર કરવામાં આવ્યો હોય તેવી સંસાર છે કારણ કે અહીં રોડની જેટલી પહોળાઈ છે તે પહોળાઈ મુજબ આવા હાઈરાઈઝ બિલ્ડિંગને મંજૂરી મળી શકે નહીં તેમ છતાં બિલ્ડીંગને મંજૂરી આપવામાં આવી છે. તદુપરાંત બિલ્ડીંગ નિર્માણ કરતી વેળાએ બિલ્ડરે જે વૃક્ષો રોપવાના હોય છે તેવા કોઈ જ વૃક્ષો અહીં બિલ્ડરે પિયા નથી ઊલટું અહીં આગળ જે વર્ષેા જુના વૃક્ષો હતા તે કાપી નાખ્યા છે.
લતાવાસીઓએ કથિત આક્ષેપ કરતા એમ પણ ઉમેયુ હતું કે, એકથી દોઢ વર્ષ પૂર્વે યારે અહીં આ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય શ થયું ત્યારે આ મામલે રજૂઆત કરવા તેઓ તત્કાલિન મેયર પ્રદીપભાઇ ડવને પણ મળ્યા હતા અને રજુઆત કરી હતી પરંતુ તેમણે પણ આ બાંધકામ રોકવા માટે કોઇ કાર્યવાહી કરાવી ન હતી.
યારે આ અંગે પૂર્વ મેયર ડો.પ્રદીપભાઈ ડવએ જણાવ્યું હતું કે તેમના સમક્ષ આવી કોઈ રજુઆત આવી ન હતી અને આ સોસાયટીઓ પણ તેમના વોર્ડ નં.૧૨માં નહીં પરંતુ વોર્ડ નં.૧૧માં આવે છે
બે મહિના પૂર્વે પણ કરાઇ હતી ફરિયાદ અરજી
મવડી વિસ્તારના ઉપરોકત સોના મહોર કોમ્પલેક્ષ મામલે બે મહિના પૂર્વે પણ મહાપાલિકામાં ફરિયાદ અરજી કરવામાં આવી હતી જેમાં અરજદાર દમજીભાઈ લમણભાઇ સોરઠીયા રહે.મવડી ગામ ચોરા પાસે, ગેલ આઇ ડેરી વાળી શેરી, મવડી દ્રારા રાજકોટ મહાનગરપાલિકાની જીએડી બ્રાન્ચમાં ઈન્વર્ડ ક્રમાંક નં.૪૬૪૩(એ)થી તા.૨૫–૯–૨૦૨૪ના રોજ એવા મતલબ ની અરજી કરવામાં આવી હતી કે ઉપરોકત કોમ્પ્લેકસ રહેણાંક વિસ્તારમાં બિનઅધિકૃત રીતે પ્લાન તૈયાર કરીને નિર્માણ કરવામાં આવી રહ્યું હોય આ કોમર્શિયલ કોમ્પ્લેકસનું બાંધકામ દૂર કરવામાં આવે તેવી માંગણી છે. આરજીમાં એમ પણ જણાવ્યું હતું કે આ બાંધકામ પ્લાન કઈ રીતે મંજૂર થયો તેની વિગતો આપો અને પ્લાનની માંગણી કરતા ઉડાવ જવાબો આપવામાં આવ્યા છે તેમજ અગાઉ કરેલી રજૂઆત બાદ પણ કોમ્પ્લેકસનું બાંધકામ અટકાવવાની કોઈ કાર્યવાહી કરાઇ નથી. આ કોમ્પ્લેકસના સેલર માટે બિનઅધિકૃત રીતે આડેધડ ખોદકામ કરવામાં આવતા અરજદારના મકાનની લાદીઓ બેસી ગયેલ તે અંગે પણ ટીપી બ્રાન્ચમાં લેખિત ફરિયાદ અરજી કરીને જાણ કરાઈ હતી તેમ છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હતી કે બાંધકામ અટકાવવા માટે પણ કોઈ પ્રયાસ કરાયા ન હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખ અને પરિવાર પર હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યઘાત, શેઠવડાળા ગામ સજ્જડ બંધ
November 15, 2024 06:15 PMજામનગર: લાલપુર બાયપાસ પાસે સેટેલાઇટ પાર્કમાં રહેણાક મકાનમાં આગ ભભુકી, ફાયર ટીમે બુઝાવી આગ
November 15, 2024 06:09 PMડાયાબીટીસને કન્ટ્રોલ કરવા આહારમાં સામેલ કરો આ અનાજ
November 15, 2024 05:10 PMરાજકોટ નાગરિક બેંકની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ
November 15, 2024 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech