વિદેશમાં માછલાની નિકાસ માટેનું પ્રમાણપત્ર પોરબંદરના એમપીડા ખાતે ઉપલબ્ધ કરાવવા માંગ 

  • May 29, 2021 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સી ફુડ એકસ્પોર્ટર એશોસીએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત રીજીયન દ્વારા  રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાને પોરબંદર ખાતે બે અગત્યના પ્રશ્ર્ને રજુઆત કરાઇ હતી અને લેખિતમાં વિગતો આપીને અત્યંત જરી પ્રશ્ર્નમાં કેન્દ્ર સરકાર સુધી વાત પહોંચાડવા અપીલ થઇ હતી. 
સી ફુડ એકસ્પોર્ટર એશોસીએશન ઓફ ઇન્ડિયા ગુજરાત રીજીયનના ઉપપ્રમુખ કરશનભાઇ સલેટે જણાવ્‌યું હતું કે, પોરબંદર ખાતે છેલ્લા ઘણા મહીનાઓથી ફીશના નિકાસ માટેની જરી કવોલીટી ચેક અને સર્ટીફીકેટ માટેની લેબોરેટરી એમપીડા ને કાર્યરત કરવામાં આવી છે અને આ લેબોરેટરી એન.એ.બી.એલ. દ્વારા માન્યતા પ્રાપ્ત છે તેમજ ઇઆઇસી દ્વારા સેમ્પલ ચેક કરવાની ઉચ્ચકક્ષાની માન્યતા ધરાવે છે પરંતુ પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ ચાઇના, યુરોપ અને અમેરીકાના દેશોમાં મરીન પ્રોડકટ એકસ્પોર્ટ કરવામાં આવે છે અને તે માટેનું જરી સર્ટીફીકેટ આપવામાં આવતું નથી જેથી એકસ્પોર્ટરને મુંબઇ ખાતેની લેબોરેટરી સુધી લાંબુ થવું પડે છે અને મુંબઇ સુધી સેમ્પલ પહોંચ્યા બાદ તેનું એકસ્પોર્ટ માટેનું જરી સર્ટીફીકેટ આવવામાં પણ અનેક દિવસોનો સમય નિકળી જાય છે.
પોરબંદરના જાણિતા ફીશ એકસ્પોર્ટર કરશનભાઇ સલેટે જણાવ્‌યું હતું કે, અગાઉ એકસ્પોર્ટમાં ટ્રાન્ઝીટ સમય રપ થી 30 દિવસનો હતો જે ઘટાડીને હવે બાયર્સ દ્વારા 15 દિવસ આસપાસનો કરવામાં આવ્‌યો હોવાથી દરેક એકસ્પોર્ટરને ખુબ જ ઝડપથી તમામ પ્રોસેસ પુરી કરીને ફીશને જરી તાપમાન સાથે એકસ્પોર્ટ કરવાની થાય છે ત્યારે તેની કવોલીટી માટેનું સેમ્પલ સર્ટીફીકેટ મેળવવા મુંબઇ સુધી લાંબુ થવું પડે છે જયારે પોરબંદરમાં એમપીડા લેબોરેટરી કાર્યરત છે તો મુંબઇની લેબોરેટરીએ તેને માન્યતા આપવી જોઇએ જેથી પોરબંદર ખાતેથી જ સર્ટીફીકેટ મળી શકે અને એકસ્પોર્ટરને ખુબ જ સરળતા થઇ શકે. સમગ્ર ગુજરાતમાં  એકમાત્ર પોરબંદર ખાતે જ એમપીડા દ્વારા લેબોરેટરી શ કરવામાં આવી છે. આ લેબોરેટરી ખાતેથી જે દેશમાં ફીશની ડીમાન્ડ છે તે દેશના કવોલીટી સર્ટીફીકેટ આપવામાં આવે નહીં તો આ લેબોરેટરીનો જ પોરબંદર ખાતે કોઇ મતલબ રહેતો નથી. 
પોરબંદર સહિત સૌરાષ્ટ્રૈમાંથી જંગી માત્રામાં ચાઇના અને યુરોપીયન દેશમાં અલગ-અલગ પ્રકારની ફીશને એકસ્પોર્ટ કરવામાં આવે છે. જેથી ઇઆઇસી દ્વારા  પોરબંદરની એમપીડા કવોલીટી ચેક લેબોરેટરીને તમામ પ્રિ એકસ્પોર્ટ ટેસ્ટ કરી આપવાની વ્યવસ્થા ગોઠવે તેવી માંગણી એકસ્પોર્ટરે કેન્દ્ર સરકાર સુધી રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયા મારફત કરી છે. 
ચાઇનામાં ફસાયેલા કન્ટેઇનર  સંદર્ભે રજુઆત
પોરબંદર સહિત સૌરાષ્ટ્રૈના 100 થી વધુ કન્ટેઇનર  છેલ્લા ઘણા મહીનાઓથી  ચાઇનાની સરકારે પોર્ટ ઉપર જ રોકી રાખ્યા છે અને તેથી જે એકસ્પોર્ટરે આ ક્ધસાઇનમેન્ટ મોકલ્યું હતું તેની મોટી રકમના નાણા છુટા નહીં થતાં મોટી આર્થિક કટોકટી ઉભી થઇ છે. આ માટે પોરબંદર ખાતે સીફુડ એકસ્પોર્ટ એશોસીએશન ઓફ ઇન્ડિયા ગુજરાત રીજીયનના ઉપપ્રમુખ કરશનભાઇ સલેટ સહિત એકસ્પોર્ટરે  સાંસદ રામભાઇ મોકરીયાને વિગત જણાવીને તેમજ પત્ર આપીને કેન્દ્ર સરકારના  કોમર્સ, ફાયનાન્સ અને એકર્સ્ટનલ અફેર્સ સુધી આ બાબત વધુ એક વખત પહોંચાડીને  ચાઇનીસ સરકાર સાથે ચચર્િ કરીને પ્રશ્ર્નને હલ કરવા રજુઆત થઇ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS