ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો ક્રિસ ગેલનો રેકોર્ડ તૂટી ગયો છે. જાણો ભારતીય મૂળના કયા ખેલાડીએ આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ટી-20 ક્રિકેટમાં તોફાની રીતે સદી બેટ્સમેનો ફટકારી રહ્યા છે. અત્યાર સુધી વ્યાવસાયિક T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો, જેણે IPL 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમતા માત્ર 30 બોલમાં સદી પૂરી કરી હતી. હવે એસ્ટોનિયા તરફથી રમતા ભારતીય મૂળના ખેલાડી સાહિલ ચૌહાણે માત્ર 27 બોલમાં સદી પૂરી કરીને ઈતિહાસ રચી દીધો છે. આ દિવસોમાં એસ્ટોનિયા સાયપ્રસના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે 6 T20 મેચ રમવાની છે. અત્યાર સુધી એસ્ટોનિયાએ શ્રેણીની બંને મેચ જીતી છે.
ક્રિસ ગેઈલનો રેકોર્ડ તોડ્યો
ક્રિસ ગેઈલે ટી20 ક્રિકેટમાં 30 બોલમાં સદી ફટકારી છે. હવે 17 જૂને ટી20 સિરીઝની બીજી મેચ એસ્ટોનિયા અને સાયપ્રસ વચ્ચે રમાઈ હતી. આ મુકાબલામાં યજમાન સાયપ્રસે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. જેના જવાબમાં એસ્ટોનિયાની પ્રથમ 2 વિકેટ માત્ર 9 રનમાં પડી ગઈ હતી. ત્યારબાદ સાહિલ ચૌહાણ બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો હતો. તેણે આવતાની સાથે જ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ શરૂ કરી દીધો. ચૌહાણે માત્ર 27 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને સમગ્ર મેચમાં તેમણે 41 બોલમાં 144 રનની તોફાની ઇનિંગ રમી હતી. 144 રન બનાવતી વખતે તેણે 18 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ નામિબિયાના જેન નિકોલના નામે હતો. તેણે 2024માં નેપાળ સામેની મેચમાં 33 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝઘડિયાની દુષ્કર્મ પીડીતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી
December 25, 2024 06:37 PMઅતિવૃષ્ટિ બાદ પાક સહાયમાં વંચિત લાલપુર પંથકના ખેડૂતોએ TDO ને આપ્યું આવેદન
December 25, 2024 06:31 PMઅમેરિકામાં ભારતીયોની માનવ તસ્કરી! કેનેડાની કોલેજો EDની રડાર પર, તપાસ ચાલુ
December 25, 2024 05:59 PMસંસદની બહાર એક વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ, હાલત ગંભીર
December 25, 2024 05:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech