વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ૨,૫૫,૦૦૦ કરોડની ઇમર્જન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ ૫.૦ ને મંજૂરી આપી છે. આમાં એરલાઇન્સ માટે ૫,૦૦૦ કરોડનો સમાવેશ થાય છે. આ યોજનાનો ઉદ્દેશ ૨.૫૫ લાખ કરોડના વધારાના ધિરાણ પ્રવાહને સરળ બનાવવાનો અને વ્યવસાયોને ટૂંકા ગાળાના પ્રવાહિતા પડકારોનો સામનો કરવામાં મદદ કરવાનો છે.આ યોજનાનો ઉદ્દેશ સભ્ય ધિરાણ સંસ્થાઓને એમએસએમઈ માટે ૧૦૦% અને બિન–એમએસએમઈ માટે ૯૦% ક્રેડિટ ગેરંટી કવરેજ પૂં પાડવાનો છે, જે પશ્ચિમ એશિયાના સંકટને ધ્યાનમાં રાખીને પાત્ર ઉધાર લેનારાઓને પૂરી પાડવામાં આવતી વધારાની ક્રેડિટ સુવિધા હેઠળ ડિફોલ્ટ થયેલી રકમ માટે છે. નિષ્ણાતોએ સરકારના આ પગલાનું સ્વાગત કયુ છે. એપેરલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જાહેર કરાયેલ ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ ૫.૦ ને કેન્દ્રીય મંત્રીમંડળ દ્રારા મંજૂરી આપવાનું સ્વાગત કયુ છે અને તેને પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે વ્યવસાયોને ટેકો આપવા માટે સમયસર પગલું ગણાવ્યું છે.એઈપીસીના અધ્યક્ષ ડો. એ. શકિતવેલે જણાવ્યું હતું કે આ સ્કીમ નિકાસકારોને આવશ્યક તરલતા સહાય પૂરી પાડશે, જે તેમને આ મુશ્કેલ સમયમાં ઉત્પાદન ચાલુ રાખવામાં, નોકરીઓનું રક્ષણ કરવામાં અને સપ્લાય ચેઇન જાળવવામાં મદદ કરશે. ૧૦૦% ગેરંટી અને શૂન્ય ફી ક્રેડિટ મેળવવાનું વધુ સરળ બનાવશે. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજનાનો ઉદ્દેશ્ય પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ દ્રારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે વ્યવસાયોને મદદ કરવાનો છે.તે વ્યવસાયોને તેમના કાર્યેા ચાલુ રાખવા, નોકરીઓનું રક્ષણ કરવા અને સપ્લાય ચેઇન જાળવવામાં