સિરમ ઈંસ્ટીટ્યુટ અને ભારત બાયોટેકને કેન્દ્ર સરકારે આપ્યું બે મહિનાનું 100 ટકા એડવાન્સ : કોઈપણ સંજોગોમાં વેક્સિનની સપ્લાય બંધ થવી જોઈએ નહીં

  • April 20, 2021 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના કોરોના સંક્રમિત દર્દીઓનો શ્વાસ ફુલાવે છે ત્યારે વર્તમાન સ્થિતિ સરકારનો શ્વાસ રૂંધી રહી હોય એવી બની ચૂકી છે. કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકાર વધુમાં વધુ વેક્સિન લોકોને આપવામાં આવી રહી છે. તેના માટે સરકાર તમામ પ્રયત્નો કરતી માલુમ પડે છે. સોમવારે કેન્દ્રીય મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો કે 1 મેથી દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને પણ કોરોના વેક્સિન આપવામાં આવશે. જેથી સ્વાભાવિક છે કે દેશમાં કોરોના વેક્સિનની માંગ વધારે ઊભી થશે. જોકે અત્યારે પણ અનેક રાજ્યોની ફરિયાદ સામે આવી ચુકે છે કે વેક્સિનની અછત છે.

 

 

દેશમાં દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. જ્યારે આ વેક્સિનેશન અભિયાનમાં કોઈ મુશ્કેલી આવે નહીં કે વેક્સિનની અછત ઊભી થાય નહીં તે માટે કેન્દ્ર સરકારે જ ભારતમાં વેક્સિન બનાવતી કંપની સિરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયા અને ભારત બાયોટેકને બે મહિનાનું 100 ટકાનું એડવાન્સ ચુકવણું  કર્યું છે. મળતી વિગત અનુસાર કેન્દ્ર સરકારે બંને કંપનીઓને 4500 કરોડ રૂપિયાની રકમ ચૂકવી છે. સીરમ ઈન્સ્ટીટ્યુટને 3000 કરોડ અને ભારત બાયોટેકને 1500 કરોડ આપવામાં આવ્યા છે.

 

 

નોંધનીય છે કે ગત સપ્તાહમાં કેન્દ્ર સરકારે ભારત બાયોટેકને બેંગ્લોર ફેસેલીટી માટે 62 કરોડના અનુદાનની પણ મંજૂરી આપી હતી. નાણા મંત્રાલયના સૂત્રોએ આ માહિતી સોમવારે રાત્રે એક ટીવી ચેનલને આપેલી હતી. નોંધનિય છે કે અનેક એવા રિપોર્ટ સામે આવ્યા હતા જ્યાં દાવો કરવામાં આવ્યો હતો કે કાચા માલની ખરીદી કર્મચારીઓને ચુકવણું અને વેસ્કિન બનાવવા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓની ખરીદીમાં પરેશાની પૈસાની અછતને કારણે ભોગવવી પડે છે. આથી દેશમાં વેસ્કિનની કમી થાય નહી એ માટે બંને કંપનીઓને 100 ટકા એડવાન્સ ચુકવણું કરવામાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS