ભારત દેશની જન ગણના–૨૦૨૭ની આગામી કામગીરી માટે જસદણ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારની જન ગણના માટેની ગણતરીદારો અને સુપરવાઈઝરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.મોડેલ સ્કૂલ–જસદણ ખાતે તા.૧૧–૫થી તા.૧૯–૫ સુધી ત્રણ ફેઝમાં ચાર્જ આફિસર અને મામલતદાર–જસદણ અને ફિલ્ડ ટ્રેનરની ટીમ દ્રારા તાલીમ આપવામાં આવી રહી છે. જન ગણના–૨૦૨૭ માટે દેશનો પ્રત્યેક નાગરિક પોતાની રીતે સ્વ ગણના તા.૧૭–૫થી તા.૩૧–૫ સુધી ઘરે રહીને પણ દરેક કુટુંબ સ્વગણતરીના ભાગપે તેના પોર્ટલ પરથી જનગણના–૨૦૨૭માં ભાગ લઈ શકે છે. અને પોતે વસ્તી ગણતરી કરી શકે છે. વાસ્તવિક વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘર ગણતરી તા.૧ જુનથી શ થશે જેમાં દરેક પ્રજાજનોને સહયોગ આપવા તત્રં દ્રારા અપીલ કરવામાં આવી છે