જામનગર નજીક સૈનિક સ્કૂલ બાલાચડીમાં સાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાતી ઉજવણી

  • June 23, 2021 11:24 AM 

ઓન-લાઇન મોડ દ્વારા કરવામાં આવી ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉજવણી

            જામનગરમાં તા. 21 મી જૂન 2021ના રોજ સૈનિક સ્કૂલ બાલાચડીમાં ‘સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઓનલાઇન મોડ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. કેડેટ્સે તેમના ઘરથી ઓનલાઇન મોડ દ્વારા યોગ સત્રમાં ભાગ લીધો હતો જ્યારે અધિકારીઓ, સ્ટાફ અને તેમના પરિવારજનોએ યોગ્ય સામાજિક અંતર જાળવીને સ્કૂલમાં યોગા કર્યા હતા.

            આ તકે સ્કૂલના યોગ પ્રશિક્ષક ડૉ.ભાવેશ ચાંદેગરાના માર્ગદર્શન હેઠળ કેડેટ્સ અને સ્ટાફે યોગા કર્યા હતા. આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી. તેમાં ‘યોગનો ઇતિહાસ અને લાભ’ વિષય પર ઓનલાઇન ધોરણ 7 થી 10 ના વિદ્યાર્થીઓ માટે‘ઇન્ટર હાઉસ હિન્દી અને અંગ્રેજી ભાષણ સ્પર્ધા’ યોજવામાં આવી હતી. અંગ્રેજી વિષયના શિક્ષિકા અંજુ યાદવના માર્ગદર્શન હેઠળ કેડેટ નીલ પટેલ અને કેડેટ અનુરાગ પાંડેએ આ સ્પર્ધાનું સંચાલન કર્યું હતું.

આ ઉપરાંત અંગ્રેજી વિભાગના અધ્યક્ષ સુનિતા કડેમાનીના માર્ગદર્શન નીચે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે આર્ટ વિભાગ દ્વારા ધોરણ-7ના વિદ્યાર્થીઓ માટે ‘યોગ દિવસ પર પોસ્ટર મેકિંગ સ્પર્ધા’નું આયોજન આર્ટ માસ્ટર આર.એસ. મિશ્રાના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું.

            આ પ્રસંગે સ્કૂલના આચાર્યગૃપ કેપ્ટન રવિન્દરસિંઘે મનુષ્યના દૈનિક જીવનમાં યોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે યોગ આપણને શીખવે છે કે આપણે કેવી રીતે પ્રકૃતિ, મન અને આત્મા સાથે જોડાઈ શકીએ. તેમણે આ યોગ દિન પર પ્રતિજ્ઞા લેવાનું કહ્યું હતું કે આપણે જીવનમાં વાસ્તવિક ચીજો સાથે જોડાવવું જોઈએ આભાસી અને ભૌતિક વસ્તું સાથે નહીં. તેમણે ભાગ લેનાર તમામને અભિનંદન આપ્યા હતા. અંતમાં યોગને દૈનિક જીવનમાં સમાવેશ કરવાની પ્રતિજ્ઞા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS