નવાનગર નેચર કલબ દ્વારા વિશ્ર્વ પયર્વિરણ દિવસની ઉજવણી

  • June 08, 2021 10:36 AM 

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વૃક્ષારોપણ કરાયું

પયર્વિરણને બચાવવા માટે અનોખી પહેલ કરવામાં જામનગરની નવાનગર નેચર કલબ અગ્રણી છે.વિશ્વ પયર્વિરણ દિવસ નિમિત્તે આ સંસ્થા પયર્વિરણ જાગૃતિ અંતર્ગત વૃક્ષારોપણ તેમજ ગ્રીન વોક અને સાઇકલ રેલીનું આયોજન કરે છે.પરંતુ વર્તમાનમાં કોરોના મહામારીના કારણે લોકો ઘરમાં રહે સુરક્ષીત રહે તે ધ્યાને લઇ માત્ર વૃક્ષારોપણ કરી સંપૂર્ણ સાદગી પૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

આજે સમગ્ર વિશ્વ પ્રદૂષણની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યું છે. તાજેતરમાં કોરોના મહામારીમાં ઓક્સિજનના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યાંના દાખલાઓ સામે આવ્યા છે.જેન કારણે લોકોને હવે વૃક્ષોનું મહત્વ સમજાવવા લાગ્યું છે. કપાતા જંગલો અને માનવનિર્મિત પ્રદૂષણને કારણે આજે સમગ્ર વિશ્વ એક ગંભીર કટોકટી તરફ જઈ રહ્યું છે.

હાલ કોરોના મહામારીની વર્તમાનમાં પરિસ્થિતિ ને ધ્યાને લઈ સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ જામનગરની નવાનગર નેચર કલબ દ્વારા ઠેબા ચોકડી નજીક નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે લોકોમાં જાગૃતિ લાવવા માટે અને દેશને પ્લાસ્ટિક કચરાથી મુક્ત કરવા માટે ઇક્કો બ્રિક સિસ્ટમ અપનાવવા માટે  શરદભાઈ શેઠ દ્વારા ઇક્કો બ્રિક વિશે માહિતી આપવામાં આવી હતી. તદુપરાંત દિવસે દિવસે ઘટતું જતું જળ સ્તર માટે જળ સંગ્રહ અને સંચય પદ્ધતિ અપનાવવા માટે લોકો આહવાન કરવામાં આવ્યું હતું.વષર્દિી પાણીના સંગ્રહ માટે કુવા અને બોર રિચાર્જ પદ્ધતિથી થતા ફાયદા વિશે સંસ્થાના પ્રમુખશ્રી વિજયસિંહ જાડેજાએ માહિતી આપી હતી.

પયર્વિરણ જાગૃતિ અંતર્ગત યોજેલ આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા,મેયર બીનાબેન કોઠારી, ચેરમેન મનીષ કટારીયા, શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, કોર્પોરેટર  હષર્બિા પી.જાડેજા તથા સંસ્થાના ટ્રસ્ટી વિજયસિંહ જાડેજા, દિનેશભાઇ રબારી, વનરાજસિંહ ચૌહાણ, ધર્મેશ અજા, મયુરસિંહ સોઢા,મિતેષ બુદ્ધભટ્ટી, પ્રવિણસિંહ જાડેજા તેમજ સ્વામિનારાયણ ગુરુકુળના સંતો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS