જામ્યુકો અને વનવિભાગ દ્વારા વિશ્ર્વપયર્વિરણ દિનની ઉજવણી

  • June 08, 2021 10:29 AM 

વિશ્ર્વ પયર્વિરણ દિવસ 2021 નો ઉજવણી કાર્યક્રમ વનવિભાગ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે મ્યુનિ. ટાઉનહોલ ખાતે યોજવામાં આવેલ જેમાં સૌ પ્રથમ મંત્રીઓ અને મંચસ્થ મહાનુભાવો દ્વારા દિપપ્રાગટય વિધીથી કાર્યક્રમની શરુઆત કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત માન. મંત્રીઓ અને મંચસ્થ મહાનુભાવોનું તુલસીના રોપાથી સ્વાગત કરવામાં આવ્યુ અને ત્યારબાદ માન. કમિશનર દ્વારા કાર્યક્રમાં ઉપસ્થિત તમામનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું.

મેયર બીનાબેન કોઠારી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું જયારે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મંત્રી આર.સી. ફળદુ દ્વારા આ પ્રસંગે પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું.

સ્ટેજ કાર્યક્રમ બાદ મંત્રીઓ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ટાઉનહોલ પરીસરમંતુલસી અને લીમડાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સાથે સાથે 15માં નાણાપંચની ા. 1.28 કરોડની ગ્રાંટ ંતર્ગત જામગર શહેરની સાંકડી શેરીઓમાં સરળતાથી જઇ શકે તેવા 5000 લી.ની ક્ષમતાવાળા બે મીની ફાયર ફાઇટર ખરીદવામાં આવેલ છે. જેનું લોકાર્પણ પણ ટાઉનહોલ પરીસરમાં મંત્રીઓ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં મંત્રી આર.સી. ફળદુ, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેલ જયારે સાંસદ પુનમબેન માડમ અનિવાર્ય કારણોસર ઉપસ્થિત રહી શકેલ ન હોય, તેઓનો આ કાર્યક્રમની સફળતા માટેનો શુભેચ્છા સંદેશ મળેલ છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, કમિશનર એસ.એ. પટેલ, વનવિભાગના સીસીઅફ ડી.ટી. વસાવડા, ડે.મેયર તપનભાઇ પરમાર, સ્ટે.કમીટીના ચેરમેન મનીષભાઇ કટરીયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઇ ગોસરાણી, ગાર્ડન સમિતિના ચેરમેન ડીમ્પલબેન રાવલ, પુર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા સહિત બહોળી સંખ્યામાં મ્યુનિ. સભ્યઓ, હામંત્રીઓ, વનવિભાગ, પયર્વિરણ વિભાગ તથા જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર એ.કે.વસતાણી તથા આસી. કમિશનર ભાર્ગવ ડાંગર સહિત અલગ અલગ શાખાના અકિારીઓ, આમંત્રીત જામભગર શહેરી પયર્વિરણ પ્રેમી અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, નગરજનો તથા પ્રેસ મીડીયાના મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમની આભાર વિધી વનવિભાગના સીસીઅફ આર.સનથીલકુમાર દ્વારા કરવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમ વનવિભાગ જામનગર તથા જામનગર મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળગાર્ડન શાખાની ટીમ દ્વારા નાયબ ઇજનેર એમ.કે. મકવાણાના સંકલનમાં રહીને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS