જામનગર નજીક સૈનિક સ્કૂલ બાલાચડીમાં કરાતી ‘શિક્ષક દિવસ’ની ઉજવણી

  • September 07, 2021 11:05 AM 

સ્કૂલના પાંચ શિક્ષકોનું કરાયું સન્માન: વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમો રજૂ કયર્િ

સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર દ્વારા 5 સપ્ટેમ્બર 2021 ના રોજ શિક્ષક દિવસની ઉત્કૃષ્ટ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય ગૃપ કેપ્ટન રવિન્દર સિંહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમની શરૂઆત દીવ પ્રાગટ્ય સાથે થઇ હતી. વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકાની નિભાવી હતી. તેમાં આચાર્યની જવાબદારી કેડેટ શૌર્ય રેએ નિભાવી હતી, જ્યારે કેડેટ ભાસ્કર કુમાર અને કેડેટ અભિષેક કુમારે અનુક્રમે ઉપાચાર્ય લેફ્ટનન્ટ કમાન્ડર મનુ અરોરા અને એડમ ઑફિસર સ્ક્વોડ્રન લીડર મહેશ કુમારની ફરજો નિભાવી હતી.

આ પ્રસંગે કેડેટ્સ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત શિક્ષક દિન પર ધોરણ-11ના કેડેટ ચેતન સરવૈયાએ આપેલા વક્તવ્યથી થઈ હતી. ધોરણ-7 ના કેડેટ યોગેન્દ્રએ ઓનલાઇન મોડ દ્વારા હિન્દીમાં કવિતાનું પઠન કર્યું હતું.ધોરણ-11ના કેડેટ અંકિત કલથિયાએ સોલો ગીત રજૂ કર્યું હતું. બારમા ધોરણના કેડેટ્સે હિન્દી નાટિકા રજૂ કરી હતી જ્યારે વર્ગ XI ના કેડેટ્સ દ્વારા ગ્રુપ ડાન્સ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

        આ અવસર પર સ્કૂલના પાંચ સ્ટાફ સદસ્યઃ શ્રી આર એસ મિશ્રા,આર્ટ શિક્ષક, શ્રી લલિત યાદવ, ટી.જી.ટી સામાજિક વિજ્ઞાન, ડી.વી.જોશી, એલ.ડી.સી, શ્રી જગદીશ ભેંજાલિયા, એલ.ડી.સી. અને શ્રી યૂનુસ અબ્રાહિમ, જીઈને સ્કૂલમાં ઉત્કૃષ્ટ સેવા બદલ મુખ્ય અતિથિ દ્વારા જીઓસી પ્રશસ્તિથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

        સભાને સંબોધિત કરતા મુખ્ય અતિથિએ કહ્યું હતું કે "જેમ એક સફરજનડૉક્ટરથી દૂર કરે છે તેવી જ રીતે જીવનમાં શિક્ષક અંધકારથી દૂર રાખે છે". તેમણે કહ્યું કે શિક્ષકનું જીવનમાં એક ઉચ્ચ સ્થાન છે. શિક્ષક એક રોલ મોડેલ તરીકે કામ કરે છે અને વિદ્યાર્થીના વ્યક્તિત્વને ઘડવામાં ફાળો આપે છે. આ દિવસ શિક્ષક-શિક્ષાર્થી સમુદાયમાં ખૂબ મહત્વનો દિવસ છે અને તે અન્ય તહેવારોની જેમ જ શુભ છે. તેમણે એમ પણ કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણ બાદ શિક્ષકની ભૂમિકામાં વધારો થયો છે. મુખ્ય અતિથિએ સીબીએસઈહેન્ડબુકની કેટલીક વિશેષતાઓ પર પ્રકાશ પાડતા'શાળાઓમાં અગ્રણી શિક્ષણ' ની વાત કરી હતી.. તેમણે કહ્યું કે શાળામાં સામૂહિક નેતૃત્વ વિકસાવવું પડશે. સામૂહિક નેતૃત્વ વિકસિત દ્રષ્ટિ સાથે જોડાઈ શકે છે. તેમણે કહ્યું કે શીખવું એ જીવનની રીત છે પછી શીખવાની પ્રક્રિયાનું નેતૃત્વ કરવું એ શિક્ષકની મુખ્ય ફરજ છે. તેમણે શિક્ષકોને અપીલ કરી હતી કે તેઓ એક લીડર તરીકે તેમની ભૂમિકાને ઓળખે અને જરૂર પડે ત્યાં વલણ પરિવર્તન લાવે. તેમણે એ પણ યાદ રાખવા કહ્યું કે સ્કૂલ સમાજમાં પ્રગતિશીલ પરિવર્તન લાવી શકે છે. તેમણે દરેકને શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવી અને કેડેટ્સને તેમની રજૂઆત માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જી.ઓ.સી.ની પ્રશસ્થિ મેળવનાર સ્ટાફ સદસ્યને અભિનંદન પણ આપ્યા હતા. છેલ્લે તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રસિદ્ધ અવતરણને ટાંક્યું હતું કે "ખુદમાં એ બદલાવ લાવો જે દુનિયામાં જોવા માગો”

અન્ય ધોરણના કેડેટ્સ અને તેમના પરિવારના સભ્યોએ ઓનલાઈન મોડ દ્વારા આ કાર્યક્રમ નિગાળ્યો હતો.આભાર વિધિ સ્કૂલ કેડેટ કેપ્ટન શૌર્ય રે એ કરી હતી અને સ્કૂલ ગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS