ભાટીયા ખાતે તાલુકા કક્ષાના વિશ્વ સ્તનપાન સપ્તાહ કાર્યક્રમની ઉજવણી

  • August 06, 2024 12:57 PM 

પ્રોજેક્ટ તુષ્ટિ અને આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા આયોજન



દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નયારા એનર્જી સંચાલિત પ્રોજેક્ટ તુષ્ટિ અને આઈ.સી.ડી.એસ. શાખા તથા જિલ્લા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે ગઈકાલે સોમવારે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા આઈ.સી.ડી.એસ વિભાગના ચેરમેન જગાભાઈ ચાવડા, કલ્યાણપુર તાલુકા મહીલા મોરચાના પ્રમુખ વનીતાબેન ચાવડા , સી.ડી.પી.ઓ. ગીતાબેન આંબલીયા, તથા આઇ.સી.ડી.એસ. વિભાગ, આરોગ્ય વિભાગ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીના તથા અન્ય અધિકારી તથા કર્મચારીઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લાભાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.


આ સાથે પુરક પોષણમાંથી બનેલી વાનગીઓનું નિર્દેશન, વિવિધ રમતો, સંપરામર્શ, યોગ, સ્તનપાનની રીતો વિગેરે અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application