રોટરી કલબ ઓફ છોટીકાશી સંસ્થા દ્રારા શરદોત્સવની ઉજવણી

  • October 18, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સેવાકીય કાર્યમાં સહભાગીતા દર્શાવી


જામનગરમાં રોટરી કલબ ઓફ છોટીકાશી સંસ્થા દ્રારા સંસ્થાના પરીવારજનો સાથે શરદોત્સવની ઉજવણી કરવામાં આવી, આ આયોજન સાથે સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બનવા માટે પહેલ કરવામાં આવી. શરદોત્સવની ઉજવણી પરીવારજનો સાથે કરી તેમજ પોસ્ટ કેન્સર ડેન્ટલ ટ્રીટમેન્ટ માટેની કલીનીક બનવવા માટે ફંડ એકત્ર કરવામાં આવ્યુ.


રોટરી કલબ ઓફ છોટીકાશી સંસ્થા દ્રારા સામાજીક ક્ષેત્રે સેવાકીય કાર્ય માટે હમેંશ પ્રયત્નશીલ હોય છે. રોટરી કલબ ઓફ છોટીકાશીના પ્રમુખ જાણીતા ડેન્ટીસ્ટ ડો. બ્રિજેશ રૂપારેલિયાએ જણાવ્યુ કે શરદોત્સવની ઉજવણી સાથે પણ સેવાકીય કાર્ય માટે પહેલ કરી હતી. સંસ્થા દ્રારા ટુંક સમયમાં જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પીટલના સહયોગથી પોસ્ટ કેન્સર ડેન્ટલ ટ્રીટમેન્ટ માટેની કલીનીક તૈયાર કરવામાં આવશે. જે માટે જરૂરી ફંડ એકત્ર કરવામાં આવે છે. નવરાત્રી ઉત્સવ બાદ પરીવારજનો, સંસ્થા સાથે જોડાયેલા આગેવાનો અને આમંત્રિત મહેમાનો સહીત કુલ અંદાજે 750 જેટલા લોકો સાથે મળીને શરદોત્સવની ઉજવણી કરી. તારીખ 16 ઓકટોબર બુધવારે રાત્રે આર્શીવાદ કલબ રીસોર્ટના વિશાળ મૈદાનમાં પ્રોજેકટ ચેરમેન સંદિપ ગણાત્રા દ્રારા સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ.


શરદોત્સવની રાતલડીના દુધપૌવાના સ્વાદની મજા સાથે પરીવાર સાથે રાસોત્સવની મજા માણી હતી. ડીજે કિશન દ્રારા સંગીતના સુરો સાથે પરાગ વોરાના એન્કરીંગની સેવા આપી હતી. શરદોત્સવમાં ખૈલેયાઓ, સંસ્થાના સભ્યો, પરીવારજનો અને મહેમાનોએ રાસોત્સવની મોજ માણી હતી. હમીરભાઈ ઓડેદરા દ્રારા વિશાળ મૈદાનમાં જરૂરી વ્યવસ્થાઓ તેમજ ખાસ ત્રણ સેલ્ફીઝોન તૈયાર કરવામાં આવ્યા હતા.


શરદોત્સવમાં પંચિયા રાસ, હિચ, ડાકલા, ટેટુડો, શેરી સ્ટાઈલ, મંડળીરાસ, ફ્રીસ્ટાઈલ સહીતના રાઉન્ડમાં ગરબાની મોજ માણી હતી. સંસ્થા દ્રારા મેગા પ્રીન્સ, પ્રીન્સેસ તેમજ દરેક રાઉન્ડના ઈનામ, વેલ ડ્રેસ સહીતના ઈનામો આપવામાં આવ્યા હતા. આ શરદોત્સવ કાર્યકમમા નિર્ણાયક તરીકે અંકિતા પરાગ વોરા,કૌશિક તકતાણી, અને ચાંદની નાગડાએ સેવા બજાવી હતી. સંસ્થાના સક્રિય કાર્યકર જસ્મીન પટેલ, અલ્પેશ ઉપાધ્યાય, પરીન ગોકાણી સહીતના કાર્યકરો છેલ્લા 15 દિવસથી આ કાર્યકમ માટેની તૈયારી કરી હતી. શરદોત્સવમાં મેગા પ્રીન્સ કેતન આહીર અને મેગા પ્રીન્સેસ નયનાને સંસ્થા દ્રારા ગોવાની ત્રણ દિવસ અને બે રાત્રીની ટ્રીપનુ ટુર પેકેજનુ ઈનામ આપવામાં આવ્યુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application