જામનગરમાં રામનવમીની ઘેર ઘેર ઉજવણી

  • April 22, 2021 01:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાલાહનુમાન, રામ મંદિરોમાં માત્ર પુજારીઓ દ્વારા કરાયું પુજન : કોરોનાની મહામારીના પગલે સતત બીજા વર્ષે શોભાયાત્રા બંધ

જામનગરમાં દર વર્ષે ભગવાન શ્રીરામની જન્મ જયંતીની ભારે ઉમંગ, ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવતી હતી પરંતુ છેલ્લી બે રામનવમીના પર્વ કોરોના મહામારીના કારણે સંપુર્ણ સાદગીપુર્ણ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, આજે રામનવમી પર્વે પણ શહેરના મોટા મંદિરોમાં જન્મોત્સવની ઉજવણીના ધામધુમભયર્િ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે, અને મંદિરોમાં માત્ર પુજારીઓ દ્વારા આરતી, પુજન કરવામાં આવ્યુ હતું સાથો સાથ શહેરીજનો દ્વારા ઘરમાં જ રહીને રામ નવમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.

જામનગરમાં પરંપરાગત રીતે ભગવાન શ્રી રામના જન્મોત્સવ પર્વે અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવતા હતા, દર વર્ષે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતુ હતુ, શહેરભરમાં ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ, સમાજો, યુવા મંડળો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવતુ હતું, ઠેર  ઠેર અલગ અલગ પ્રકારની પ્રસાદીનું વિતરણ કરવામા આવતુ હતું રામ મંદિરોમાં મોટી સંખ્યામાં ભકતોની ઉપસ્થીતીમાં મહાઆરતી સાથે જયશ્રી રામના ઘોષ ઉચ્ચારવામાં આવતા હતા સમગ્ર વાતાવરણ ધાર્મિક ભાવના સર્જી દેતુ હતું.

પરંતુ કોરોનાની મહામારીના પગલે ગત વર્ષે પણ રામનવમીની સાદગીપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી જયારે આજે બીજી રામનવમીના પર્વે પણ કોરોનાની સ્થીતી વધુ ગંભીર હોય જેથી શહેરના બાલાહનુમાન, પંચેશ્ર્વર ટાવર પાસેના લોહાણા મહાજનવાડીમાં આવેલા રામ મંદિર, બેડી ગેઇટ પાસે આવેલ રામ મંદિર સહિતના મંદિરોમાં ભગવાન રામનો જન્મોત્સવ માત્ર પુજારીઓની ઉપસ્થીતીમાં જ આરતી, પુજન સહિતના ધાર્મિક કાર્યક્રમો ભારે આસ્થાભેર ઉજવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત જામનગરના રામભકતોએ ભગવાની રામની જન્મોત્સવની ઉજવણી ઘરમાં રહી ને જ કરી હતી, ઘેર ઘેર રામનવમીના આ પર્વે ભગવાનની આરતી, પુજન, રામધુન સહિતના કાર્યક્રમો પરિવારજનો સાથે જ યોજવામાં આવ્યા હતા, ભારે આસ્થા સાથે લોકોએ ઘરમાં રહીને રામનવમીની ઉજવણી કરી હતી, સાથો સાથ કોરોનાની ગંભીરતાને ઘ્યાને લઇને માસ્ક પહેરવાનું, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા સહિતના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કર્યુ હતું. શહેરના રામભકતોના ઘરોમાં ભગવાન શ્રીરામનો જય ઘોષ ગુંજી ઉઠયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS