જૈન વિઝન દ્વારા મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઉજવણી
રાજકોટ ખાતે સતત ૧૩મા વર્ષે સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા જૈન વિઝન દ્વારા પ્રભુ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. હેમુ ગઢવી હોલમાં યોજાયેલા ભક્તિસંગીતના કાર્યક્રમમાં જૈન-જૈનતરો મોટી સંખ્યામાં ઉમટી પડતા ખુરશીઓ ખૂટી પડી હતી અને લોકોએ પગથિયે બેસીને મોડી રાત સુધી કાર્યક્રમ
માણ્યો હતો.
જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને ભરત દોશીએ જણાવ્યું છે કે, છેલ્લ ા ત્રણ દિવસથી વિવિધ સમાજલક્ષી કાર્યક્રમમાં કર્યા બાદ ભક્તિ સંગીતનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમાં જાણીતા સ્તવનકારોએ ભક્તિનો રસ ઘૂંટ્યો હતો. સ્તવનકારો સાગર કેન્દુરકર (મુંબઈ), પર્વ જૈન( ઈન્દોર), સ્તુતિ દોશી (સુરત) અને જેતલ સોનીએ ભગવાન મહાવીર સ્વામીની શ્રેષ્ઠ રચનાઓ રજૂ કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.કાર્યક્રમનું સંચાલન આશિષ શાહ કરેલ રિધમ ટિમ રાજકોટના જાણીતા આશિષ કોટક ટિમેં દ્વારા સંગીત પીરસેલ
આ પૂર્વે સ્વાગત પ્રવચનમાં જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીએ સંસ્થાના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણી સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું હતું કે વિજયભાઈ રૂપાણીએ જૈન વિઝન સંસ્થાને હંમેશા સહયોગ આપ્યો હતો અને દરેક કાર્યક્રમમાં હાજરી આપતા હતા.
ગત વર્ષે યોજાયેલા ભક્તિ સંગીતના કાર્યક્રમમાં પણ વિજયભાઈએ હાજરી આપી હતી તે વખતની વિડીયો ક્લિપ બતાવવામાં આવી હતી. સ્વ વિજયભાઈને જૈન વિઝન સંસ્થા વિશે બોલતા સાંભળીને લોકો લાગણીશીલ બની ગયા હતા. ભક્તિ સંગીતના આ કાર્યક્રમમાં રાજકોટના મ્યુઝિક ગ્રુપ આશિત કોટક એન્ડ પાર્ટીનો સથવારો મળ્યો હતો. મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે યોજાયેલી ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને મહેમાનોના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જૈન વિઝનના કમિટી મેમ્બરની પુત્રીઓ દેવાંગી અને હેમાંગી દ્વારા કોરીયોગ્રાફ કરાયેલો ઘુમર રાસ બાર જેટલી દીકરીઓએ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં આગામી ૯મી એપ્રિલે નવકાર દિવસ નિમિત્તે બીએપીએસના મંદિરમાં યોજાનારા નવકાર મંત્રોચ્ચારના કાર્યક્રમ અંગેની માહિતી જીતોના હેમલ શાહ અને અમરીશ મહેતા દ્વારા આપવામાં
આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ ઉદ્ઘાટક તરીકે જૈન અગ્રણી જીતુભાઇ બેનાણી, શ્રી સી એમ શેઠ, જામનગરના પૂર્વ સ્ટેડિગ ચેરમેન નિલેશભાઈ કગથરા, સાંજ સમાચાર પરિવારના કરણભાઈ શાહ,સોનમ ક્વાટઝ ના જયેશભાઇ શાહ, વોઇસ ઓફ ડેના પરેશભાઈ દવે, હીનાબેન દવે,જૈન અગ્રણી પ્રવીણભાઈ કોઠારી સુનિલ શાહ, ભાજપના મયુરભાઈ શાહ, રાજદીપસિંહ જાડેજા, જૈન અગ્રણી દર્શનભાઈ શાહ, પંચવટી દેરાસરના પ્રફુલભાઈ ધામી , પ્રતાપભાઈ વોરા, યુવા અગ્રણી હર્ષિલ શાહ,વીતરાગ સંઘના ભરત દોશી ઉપસ્થિત રહયા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય સહયોગ ઋષભ ચંદ્રકાંતભાઈ શેઠ, માતૃશ્રી રમીલાબેન હરકિશનભાઈ બેનાણી હસ્તે ધારાબેન જીતુભાઈ બેનાણી, માતૃશ્રી ઇન્દિરાબેન અનંતરાય કામદાર હસ્તે રાજેશભાઈ અને નીતિનભાઈ તથા સુગંધાબેન ઓમકારમલજી જૈન હસ્તે અજીતભાઈ જૈન તરફથી મળ્યો હતો. કાર્યકમના મધ્યે ઉપસ્થિત ભાવિકોને લક્કી ડ્રો દ્વાર ભવ્ય ગીફિટ જૈન અગ્રણી ગીરીશભાઈ મહેતા, સુનિલ કોઠારી, જૈન વિઝન મહિલા વિંગના, અમિષાબેન દેસાઈ, ડો, હાર્દિક શાહ, જૈન અગ્રણી નયનભાઈ શાહ, જીવદયા પ્રેમી કેતનભાઈ સઘવી,રેખાબેન સગારકા, અમીબેન સચિન વોરા, પ્રીતિબેન વિપુલભાઈ મહેતા, પ્રતીક શાહ,એડવોકેટ હિમાંશુ પારેખ, નિવેદ્ય પારેખ, નીલ મહેતા, ધવલ મહેતા, દેવાંગ ખજુરિયા, હિતેશ દેસાઈ, કેતન વખારિયા, ભાવેશ પારેખ, મનીષ પારેખ,રક્ષિત વખારિયા,દીપેશ મહેતા,નીતિનભાઈ મહેતા, જતીન કોઠારી,જય મહેતા, સહિતના આગેવાનનો હસ્તે અપાયેલ હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોએ ભગવાન મહાવીર સ્વામીની દીપ પ્રાગટ્ય કરી સમૂહ આરતી કરી હતી. હેમુ ગઢવી હોલમાં બેઠેલા હજારો લોકોના હાથમાં દીવડા પ્રગટેલા જોવા એ દ્રશ્ય
અલૌકિક હતું.