ટ્રસ્ટીમંડળ અને વાલીઓ આ પ્રસંગે રહ્યા ખાસ ઉપસ્થીત
બાળકોની શારિરીક શક્તિઓ ખિલવવાનું કાર્ય એટલે રમતગમત. બાળપણથી યુવાવસ્થા સુધી બાળકોને રમતગમતનું એવું ઘેલું લાગ્યું હોય છે કે, નાનામાં નાની રમતને પણ એ જાણે ઓલમ્પિકમાં ભાગ લઈને રમતા હોય એમ રમે છે. આમેય રમતગમત જીવન અને શિક્ષ્ાણનું અભિન્ન અંગ છે. બાળકોમાં ક્સરતનું મહત્વ રોપવાના ઉમદા ઉદેશથી એલ. જી.હરિઆ સ્કુલમાં ગત તા. 9 અને 10 જાન્યુઆરી-ર0રપ એમ બે દિવસ જુદા જુદા તબક્કામાં જુનિયર સ્પોર્ટસ રમતોત્સવ (મીટ) નું શાળાનાં આચાર્ય ધવલ પટ્ટની સઘન રાહબરી અને માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો અને તે સફળ રહ્યો હતો.
ભારત સરકારની નવી શિક્ષ્ાણ નીતિ ર0ર0 નાં અનુસંધાને પ+3+3+4 અંતર્ગત પ્રથમ ચરણમાં નર્સરીથી ધો. ર સુધીનાં પ્રારંભિક શિક્ષ્ાણ મેળવતા બાળકોનો રમતોત્સવ અને ધો. 3 થી પ સુધીનાં મૂળભૂત સાક્ષ્ારતા મેળવતા બાળકોનો રમતોત્સવ. આમ, આ રમતોત્સવ બે વિભાગમાં યોજવામાં આવ્યો હતો, જેમાં ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં ઓનરરી સેક્રેટરી ચંદુભાઈ શાહ, ટ્રસ્ટી ડો.ભરતેશભાઈ શાહ, ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં નેજા હેઠળ ચાલતી જુદી-જુદી સંસ્થાઓમાંથી ડો. સ્નેહલ કોટક પલાણ, ડો.અજયભાઈ શાહ, માધવી જોષ્ાી, કેતનભાઈ શાહ, શાળાનાં સુપરવાઈઝરો, શિક્ષ્ાકો અને સાથે સાથે વિશાળ સંખ્યામાં વાલીઓ સહષ્ર્િ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે પધારેલા આમંત્રિત મહેમાનોએ શાંતિદૂત એવા કબૂતરોને વિશાળ આકાશમાં ઉડાડીને રમતગમતની શક્તિ બાળકને કેવડી અને કેટલી ઉંચી ઉડાન આપી શકે એ વાતની સત્યતા સમજાવી હતી.
આ પ્રસંગે ડો. ભરતેશભાઈ શાહ અને ધવલ પટ્ટે જયોત પ્રજ્વલિત કરીને રમતોત્સવને ખૂલ્લો મૂક્યો હતો. આ તકે ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં ટ્રસ્ટી ડો. ભરતેશભાઈ શાહે રમતગમતને શક્તિવર્ધક ઔષ્ાધિ સાથે સરખાવી હતી, તો રમતની સાથે સાથે ભારત સરકારની નવી શિક્ષ્ાણનીતિ અંતર્ગત માળખાકીય વ્યવસ્થા સમજાવતા શાળાનાં આચાર્ય ધવલ પટ્ટે પણ આ શિક્ષ્ાણ નીતિને સરળતાથી સમજાવી અને એમાં રમતગમતની જરૂરિયાત, મહત્વ અને શારિરીક વિકાસની વિગતે ચચર્િ કરી હતી.
આ રમતોત્સવમાં નાના બાળકો માટે બીઝીબી, બનાના બોનાન્ઝા, રેસ ટુ હેપીનેસ, રીંગ ઓફવીકટ્રી, હોપ એન્ડ સ્કીમ, બાઉન્સ એન્ડબાઉન્સ, હોપ એન્ડ જંપ, જંપીગ જેક, ચેઈન - ચેઈન જેવી શારિરીક અને માનસિક શક્તિને પુષ્ટ કરતી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક સ્પધર્નિાં વિજેતા બાળકોને પ્રમાણપત્ર અને મેડલ એનાયતકરવામાં આવ્યા હતા. બાળક હમેંશા શિક્ષ્ાકો અને વાલીઓનાં પગલે પગલે એનું અનુસરણ કરતું હોય છે. વાલીઓમાંથી પણ એને રમતની પ્રેરણા અને ખેલદિલીની ભાવના વિક્સે એવા ઉત્તમ હેતુથી બાળકોનાં વાલીઓ માટે પણ સ્ટીક બેલેન્સીંગ જેવી રમતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોનાં વાલીઓએ હષ્ર્ભિેર ભાગ લઈને બાળકોને પ્રોત્સાહિત ક્યર્િ હતા. આ પ્રોત્સાહન માટે આચાર્ય ધવલ પટ્ટે વાલીઓને પણ ઈનામથી સન્માનિત ક્યર્િ હતા.
આમ બાળકો માટે આ રમતોત્સવ ચપળતા, હોશિયારી, દક્ષ્ાતા, ખેલદીલી અને હિંમતની સરવાણી જેવો અને ખૂબજ યાદગાર અને અવિસ્મરણીય રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉત્તરકાશીમાં 3.5ની તીવ્રતાનો કંપન અનુભવાયો, લોકોમાં ગભરાટ
January 24, 2025 10:44 AMગૌતમ ગંભીરે મારી નાખવાની ધમકી દીધી હોવાનો પૂર્વ ક્રિકેટરનો આક્ષેપ
January 24, 2025 10:42 AMમૂડીઝે રૂપિયાને સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણ ગણાવ્યું
January 24, 2025 10:39 AMભાટિયા કેન્દ્રમાં જવાહર નવોદયની લેવાતી પ્રવેશ પરીક્ષા
January 24, 2025 10:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech