જામનગર મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

  • March 12, 2021 11:32 AM 

347 બહેનોએ લાભ લીધો: મહાનુભાવોના હ્યદયસ્પર્શી ઉદબોધન

મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનું નકકી કરવામાં આવેલ જેના જામનગર મહાનગરપાલિકા અને મહિલા અને બાળ વિકાસ વિભાગ, જામનગરનો સંયુકત કાર્યક્રમ એમ.પી.શાહ મ્યુનિ. ટાઉનહોલ ખાતે કાર્યક્રમો ખુબ સારી રીતે કરવામાં આવેલ.

કમિશનર સતીષ પટેલ, અને નાયબ કમિશનર એ.કે. વસ્તાણીના માર્ગશર્દન હેઠળ અતિ ઉત્સચાહથી ઉજવવામાં આવેલ. સદરહુ કાર્યક્રમમાં મહિલા અને બાળવિકાસના અધિકારી ભાંભી જિલ્લા પંચાયતના ઇ.ચા.એમ.ઓ.એચ. ડો. બથવાર મ.ન.પા.ના એમ.ઓ.એચ. ડો. ઋજુતાબેન જોષી, ડો. ગોરી અને મહાનગરપલિકાના આગામી સમયમાં એક મહિલા કોર્પોરેટર તરીકે જવાબદારી નિભાવનાર તમામ કોર્પોરેટર બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

કમિશનર સતીષ પટેલ દ્વારા મહિલાઓએ પહેલા પોતે કેટલું કરે છે અને તેઓ કેટલું બધું કરવા સક્ષમ છે તે અંગેની વાત કરીને સમગ્ર કાર્યક્રમ દરમ્યાન બહેનોની સિદ્ધિઓ યોગદાનને ઘ્યાને રાખીને પોતાની વાત રજુ કરેલ. સદરહુ કાર્યક્રમમાં મહિલાઓને લગત કાનુની જાણકારી આપવા માટે કિરણબેન શેઠ સીનીયર વકીલ દ્વારા જાણકારી આપવામાં આવેલઅ ને કાનુની વિષયો સાથે સાથે સ્ત્રીઓના મુળભુત અધિકારોની વિસ્તૃત જાણકારી આપેલ ત્યારબાદ સાઇબર સેફટીમાં પોલીીસ વિભાગમાંથી કલ્પનાબા જાડેજા, પી.એસ.આઇ. મહિલા સેલ દ્વારા મહિલાઓએ હાલના સમયમાં  મોબાઇલનો કેવો અને કેવી રીતે ઉપયોગ કરવો અને મહિલાની જીવનશૈલી અંગે છણાવટ કરતાં કરતાં કાયદાની સમજ અને એક જાગૃક નાગરિક તરીકેની પણ જવાબદારી નિભાવવા પહેલ કરેલ.

પોલીસ તંત્ર હરહંમેશ પ્રજાને અને સ્ત્રીઓના હિતોનું ઘ્યાન રાખે છે અને તેમની સમક્ષ આવતાં કાયદાકીય વિગતો અત્રે સદરહુ કાર્યક્રમમાં જણાવેલ. ભાંભી મહિલા અને બાળ વિકાસ અધિકારી દ્વચારા યોજનાકીય જાણકારી આપેલ અને વ્હાલી દિકરી યોજના અન્વયે મંજુર થયેલ અરજીઓ અન્વયેના પ્રમાણપત્રો લાભાર્થીઓ મહનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવેલ. મહિલા આરોગ્યને લગત જાણકારી અંગે ડો. કલ્પનઅચાબેન ખંઢેરીયા દ્વારા સ્ત્રી રોગ અને આગામી સમયમાં તેઓના ઇલાજ અનેસમજણ અને ગેરસમજણ અંગે વિગતો રજુ કરેલ અને તમામ ઉપસ્થિત બહેનોને સંપુર્ણ જાણકારી આપેલ અને સદરહુ કાર્યક્રમની સાથોસાથ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ ટાઉનહોલ સેલરમાં બટુકભાઇ ખંઢેરીયા ટ્રસ્ટ, ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રેડ ક્રોસ સોસાયટી, જામનગરના સહયોગથી ખુબ  સારી સુવિધા સાથે મહિલા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

અંદાજે 347 બહેનોએ લાભ લીધેલ. સદરહુ કાર્યક્રમના અઘ્યક્ષ પુનમબેન માડમ, સાંસદસત્ર ચાલુ થવાનું હોય સદરહુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકયા ન હતાં પરંતુ તેમના દ્વારા લેખિતમાં સર્વ ઉપસ્થિત બહેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે તેઓનું મંતવ્ય જણાવેલ અને બધા બહેનોને હાર્દિક શુભેચ્છા પાઠવેલ. આ કાર્યક્રમમાં અગાઉ આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સદરહુ કાર્યક્રમને અનુપ જામનગર શહેરની તમામ આંગણવાડી કેન્દ્રોમાં બહેનો માટે વાનગી હરીફાઇ અને મહેંદી હરીફાઇ યોજવામાં આવેલ હતી. જેમાં પ્રથમ, બીજા, અને ત્રીજા આવનાર બહેનોને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમ મહિલાઓને લગત હોય તેમાં જામનગર મહાનગરપાલિકાની નવી ચુંટાયેલી મહિલા કોર્પોરેટરઓની ટીમ પણ ઉપસ્થિત રહેલ અને તેઓ દ્વારા મહિલા જાગૃતિ અંગેને ઉદબોધન કરવામાં આવેલ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS