દ્વારકા શારદાપીઠમાં શનિવારે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી

  • July 22, 2021 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આષાઢ સુદ પૂનમ તા.24/07/2021 શનિવાર ના રોજ સવારે 10:30 કલાકે ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ ગુરુગાદી શ્રી શારદાપીઠમ - દ્વારકા ખાતે પરમ પૂજ્ય અંનત વિભૂષિત જ્યોતિષપીઠાધીશ્ર્વર એવં દ્વારકા શારદાપીઠાધીશ્ર્વર જગદ્ગગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજી મહારાજશ્રીના શુભાર્શીવાદ તથા દંડીસ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા અને બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજીની નિશ્રામાં સંપન્ન થવાનું છે.

 

આ ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે શ્રી શારદાપીઠ ગુરૂગાદી પર ભગવાન શ્રી દ્વારકાધીશ શિખર પર નુતન ધ્વજા આરોહરણ, પૂજ્ય શંકરાચાર્યજીનું પાદુકા પુજન, પૂજ્ય શંકરાચાર્યજી એવં અન્ય સંતો દ્વારા આર્શીવચન એવં ભોજન-પ્રસાદ જેવા ઉત્સવો ઉજવવામાં આવશે. ગુરૂપૂર્ણિમા મહોત્સવ સરકારની કોવિડ-19 ની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ તથા માસ્ક સાથે મર્યાદિત ગુરુભક્તો દ્વારા ઉત્સવ ઉજવવામાં આવશે.

 

ચાર્તુમાસ વ્રત અનુષ્ઠાન - 2021 અનંત શ્રી વિભૂષિત જ્યોતિષ્પીઠાધીશ્વર અને દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજશ્રીના ચાતુર્માસ વ્રત અનુષ્ઠાન આષાઢ સુદ પૂનમથી ભાદરવા સુદ પૂનમ તા.24/7/2021 થી તા.20/9/2021 સુધી પરમહંસી ગંગા આશ્રમ, ઝૌંતેશ્વર, ગોરેગાંવ (શ્રીધામ), નરસિંહપુર (મ.પ્ર.) માં સમપન્ન થશે.

 

અનવરત બે માહ સુધી પરમહંસી ગંગા આશ્રમમાં પ્રવાહિત જ્ઞાનગંગામાં સ્નાન કરવા, ભગવાન ચંદ્રમૌલીશ્વરજીના અભિષેક પૂજા કરવા અને પૂજ્ય સદ્દગુરુદેવ જગદ્દગુરુ શંકરાચાર્યજી મહારાજના દર્શન, પૂજન અને આશીર્વચનના લાભ લેવા માટે આપ સૌ સપરિવાર ઈષ્ટ, મિત્રો સાથે સાદર આમંત્રિત છો. જગદ્દગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના પરમપ્રિય શિષ્ય દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ, શારદાપીઠ - દ્વારકા એવં દંડીસ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદજી મહારાજ, શ્રી વિધા મઠ - કાશીનું ચાર્તુમાસ વ્રત અનુષ્ઠાન પૂજ્ય મહારાજની નિશ્રામાં સમપન્ન થશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS