જોડિયાની રામવાડીમાં આજે ભક્તિમય-દિવ્ય માહોલ વચ્ચે ભોલેબાબાજીની પુણ્યતિથિની ઉજવણી

  • June 26, 2021 11:16 AM 

જોડિયા ધામની "રામવાડી' માં પૂજ્ય સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજીની આજે ( ૩૫ મી) પુણ્યતિથિ નિમિતે પૂજ્ય બાબાજીનું વિશેષ પૂજન, મહા આરતી તેમજ ભંડારો

જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર  " રામવાડી '  ની તપોભૂમિમાં શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા  તેમજ પ્રાતઃ સ્મરણીય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની અસીમ કૃપાથી સંતશ્રી ભોલેબાબા સેવક સમુદાય દ્વારા આજરોજ રામવાડી ખાતે આવેલ સંતશ્રી ભોલેબાબાજીના મંદિરમાં સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની  ( ૩૫ મી ) પુણ્યતિથિ નિમિતે ગઈકાલે રાત્રીના શ્રી હનુમાનજીદાદા ના પાવન સન્મુખ  સંગીતમય સુંદરકાંડ ના પાઠ , ધૂન , સંકીર્તન  તેમજ  પ્રશિદ્ધ ગાયક કલાકાર જોડિયાવાળા શ્રી અલ્કેશભાઈ સોનીએ  દાદા ના મંદિર માં સંતશ્રી ભોલેબાબાજીના ભજનોની રંગત જમાવી હતી  તેમજ હનુમાનજી મંદિર , સંતશ્રી ભોલેબાબાજી ના મંદિર ને સૂભોશીત કરવામાં આવેલ છે.

ઉપરોક્ત તસ્વીરમાં પૂજ્ય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી ના આજના શણગાર દર્શન , તેમજ આજરોજ સવારે બાબાજી નું વિશેષ પૂજન , અર્ચદાસ  જોડિયાના રામવાડીના અનન્ય સેવક જ્યોતિબેન વડેરાએ કરેલ હતું  તેમજ  હનુમાનજીદાદા ની તસ્વીર , ગઈકાલે રાત્રે સુંદરકાંડ ના પાઠ ની રંગત જમાવટ કરતા શ્રી અલ્કેશભાઈ સોની, શ્રી યોગેશભાઈ તન્ના, ભરતભાઈ ગણાત્રા, હર્ષ સોની તથા ભક્તજનો તેમજ સાધુ-સંતો નજરે પડે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS