જસદણમાં દાયકાઓ પહેલા બનાવેલો લાતીપ્લોટનો પુલ(કાળીયા બ્રીજ) અતિ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો હોવાનું નગરપાલિકા તંત્રને ધ્યાને આવતા તેમના દ્વારા તાત્કાલિક તે પુલનું ટેસ્ટીંગ કરાવવામાં આવ્યું છે. જેમાં આ પુલ નબળો પડી ગયો હોવાનો રીપોર્ટ આવતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ પુલ ઉપર તમામ પ્રકારના વાહન વ્યવહાર તેમજ જાહેર જનતાની અવરજવરથી દુર્ઘટના થવાની સંભાવના હોવાનું વિચારી આ પુલને બંધ કરવા માટે થોડા જ દિવસોમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે.
સરદાર વલ્લ ભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીએ આ બ્રીજનો સ્ટ્રકચર સ્ટેબીલીટી રીપોર્ટ આપ્યો કે બ્રીજ ગમે ત્યારે દુર્ઘટના સર્જી્ શકે છે.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકના પુલની જાળવણી અને નિરિક્ષણ માટેની સુચનાઓ અન્વયે જરૂરી કાર્યવાહીઓ હાથ ધરવા મળેલ સુચનાને ધ્યાને લઈ નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન પેટા વિભાગ(સ્ટેટ) ગોંડલને જસદણ નગરપાલિકા વિસ્તારના તમામ બ્રીજોના નિરીક્ષણ બાબતે તેમજ કોઈ બ્રીજ જર્જરિત હાલતમાં હોય તો તે બાબતે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવ્યું હતું. જેના પગલે જવાબદાર તંત્ર દ્વારા તમામ બ્રીજો કે જે જસદણ નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા હોય તેની મરામત અને નિભાવણી જસદણ નગરપાલિકાને કરવાની રહે છે તેમ જણાવેલ. જેને ધ્યાને લેતા જસદણ નગરપાલિકા દ્વારા સરદાર વલ્લ ભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી() સુરત પાસે નગરપાલિકા વિસ્તારમાં આવેલ બ્રીજની તાંત્રિક ચકાસણી માટે મંગાવેલ કવોટેશનને ઠરાવથી મંજુર કરી સરદાર વલ્લ ભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીને આ કામનો વર્કઓર્ડર આપતા તેમના દ્વારા જસદણ નગરપાલિકા વિસ્તારના બ્રીજોના સ્ટ્રકચર સ્ટેબીલીટી બાબતના રીપોર્ટ રજુ કરવામાં આવેલ. જે રીપોર્ટ મુજબ તેમના દ્વારા ડો.આંબેડકરના સ્ટેચ્યુથી લાતીપ્લોટ વિસ્તારને જોડતા બ્રીજ(કાળીયા બ્રીજ) ઉપર રીપેર-રીટોફીટીંગ પછી પણ આ પુલની ઉપર જાહેર જનતાના સંચય માટે કોઈપણ પ્રકારની લારીઓ અથવા અન્ય માધ્યમો રાખવા માટે સખત પ્રતિબંધનો અમલ કરવો જરૂરી હોવાનું જણાવેલ છે. જેને ધ્યાને લઈ જસદણ નગરપાલિકા દ્વારા ઠરાવથી લેવાયેલ નિર્ણય મુજબ આ પુલ ઉપર તમામ પ્રકારના વાહન વ્યવહાર તેમજ જાહેર જનતાની અવરજવરથી દુર્ઘટના થવાની સંભાવના હોય. જેથી બ્રીજનું રીપેરીંગ-નવીનીકરણ ન થાય ત્યાં સુધી અથવા તો નગરપાલિકા દ્વારા જયાં સુધી ઉકત બ્રીજ જાહેર જનતા માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય ન થાય ત્યાં સુધી આ પુલ ઉપરથી તમામ પ્રકારના વાહનો કે રાહદારીઓની અવરજવર સતત બંધ રાખવા માટે તથા વૈકલ્પિક વ્યવસ્થા માટે નીચે દર્શાવ્યા મુજબના રસ્તાનો ઉપયોગ કરવા માટે જસદણના નાયક કલેકટરને જાહેરનામું બહાર પાડવા રજૂઆત કરવામાં આવેલ છે. જો કે આ અંગે જસદણ પોલીસ મથકના પીઆઈને પણ જાહેરનામાંના પત્રની નકલ મોકલવામાં આવી છે. જેથી આ પુલ કોઈ મોટી દુર્ઘટના સર્જે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે પૂર્વે જવાબદાર તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી આ પુલ પરથી વાહનવ્યવહાર અટકાવી તેને બંધ કરી દેવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ રીતે વાહનચાલકો માટે વાહન પસાર કરવાનું જાહેરનામું ટૂંક સમયમાં જ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવશે તેમ જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખ દ્વારા જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech