બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ઓમેગા-3 ફેટી એસિડ્સ, વિટામિન ઇ અને ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે, પરંતુ તહેવારોની સિઝનમાં બદામ ખરીદતી વખતે તેની શુદ્ધતાનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો દિવાળી જેવા મોટા તહેવારો દરમિયાન ડ્રાયફ્રૂટ્સ ખરીદે છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસોમાં નકલી બદામ પણ બજારમાં આડેધડ વેચાય છે? તમે આ 5 સરળ ટ્રિક્સથી બદામની ગુણવત્તા અને મદદથી અસલી અને નકલી બદામને ઓળખી શકાય છે.
રંગ દ્વારા ઓળખો
વાસ્તવિક બદામનો રંગ આછો ભુરો છે. આ કુદરતી રંગ છે જે બદામના પાકવાની વિવિધતા અને તબક્કા પર આધાર રાખે છે. જયારે નકલી બદામ પર કૃત્રિમ રંગનું કોટિંગ કરવામાં આવે છે, જેના કારણે તેનો રંગ ખૂબ જ ઘેરો બદામી અથવા કાળો દેખાય છે. તહેવારના અવસર પર ખરીદી કરતી વખતે આ વાતનું ધ્યાન રાખવું જોઈએં.
પાણી પરીક્ષણ
વાસ્તવિક બદામ પાણીમાં ડૂબી જાય છે. જ્યારે બદામને થોડા સમય માટે પાણીમાં પલાળી રાખો છો, ત્યારે વાસ્તવિક બદામ પાણીની નીચે જાય છે, જ્યારે નકલી બદામ પાણીની સપાટી પર તરતી રહે છે. આવું એટલા માટે થાય છે કારણ કે વાસ્તવિક બદામમાં વધુ પાણી શોષવાની ક્ષમતા હોય છે, જેના કારણે તેની ઘનતા વધે છે અને તે પાણીમાં ડૂબી જાય છે.
બદામ હાથ પર ઘસો અને તેમાંથી રંગ નીકળવા લાગે તો સમજવું કે બદામ નકલી છે. આ એક પાઉડરને કારણે છે જે નકલી બદામ પર છાંટવામાં આવે છે જેથી તેઓ વાસ્તવિક જેવા દેખાય.
પેપર ટેસ્ટ
બદામની શુદ્ધતા તપાસવા માટે તેને કાગળમાં લપેટી શકો છો અને તેનો ભૂકો કરી શકો છો. જ્યારે બદામને સખત સપાટી પર દબાવો છો, ત્યારે તેમાંથી તેલ નીકળે છે, જે થોડા જ સમયમાં કાગળને મુલાયમ બનાવે છે. જ્યારે બદામ નકલી હોય તો આ કાગળ સૂકો રહે છે.
ગંધ દ્વારા ઓળખો
બજારમાં ઉપલબ્ધ બદામની ગુણવત્તા અને શુદ્ધતા વિશે ઘણી વાર શંકા હોય છે, ખાસ કરીને જ્યારે તહેવારોની મોસમ હોય છે. જયારે તેમને ખરીદતી વખતે તોડી શકો છો અને સુગંધને સૂંઘી શકો છો. આ કર્યા પછી જો તમને મીઠી અને તેલયુક્ત સુગંધ આવે છે, તો પછી બદામની ગુણવત્તા વિશે ચિંતા કરશો નહીં, પરંતુ જો તેમાં કોઈ સુગંધ ન આવે અથવા જો વિચિત્ર ગંધ આવે તો સમજી લો કે તે નકલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર કરી વાત
January 27, 2025 11:43 PMરાજકોટમાં કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦નો જંગ: ટીમ ઇન્ડિયાની નેટ પ્રેક્ટિસ, સુરક્ષા વ્યવસ્થા સઘન
January 27, 2025 11:42 PMકૈલાશ માનસરોવર યાત્રા ફરી થશે શરૂ, બંને દેશોના વિદેશ સચિવોની બેઠકમાં નિર્ણય લેવાયો
January 27, 2025 11:40 PMકોલ્ડપ્લે બેન્ડના મુખ્ય સિંગર ક્રિસ માર્ટિન પહોંચ્યા મહાકુંભ
January 27, 2025 11:38 PMઆ વકફ બોર્ડ છે કે જમીન માફિયાઓનું બોર્ડ... અમે કુંભની જમીન પર કોઈને કબજો નહીં થવા દઈએ: સીએમ યોગી
January 27, 2025 05:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech