જામનગરમાં આજથી પોલીસના રક્ષણ સાથે ઢોર પકકડ ઝુંબેશ પુન: શ

  • October 31, 2023 01:08 PM 

સવાર-સાંજ બે શીફટમાં બે ટુકડીઓ કામ કરશે : પ્રથમ દિવસે રઝડતા 34 ઢોરને પકડી લેવામાં આવ્યા : ઘાસચારો વેચતા 16 વિક્રેતાઓ સામે નોંધાઇ ફરીયાદ


જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર નિયંત્રણ -2023 અંતર્ગત રસ્તે રઝળતા પશુઓને પકડવા માટેની પુન: ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, અને આ મામલે મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ બન્યું છે.


જામનગરના જિલ્લા કલેકટર બી.એ.શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કમિશનર ડી.એન.મોદી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતની મુખ્ય અધિકારીઓની ટીમ દ્વારા શહેરમાં રસ્તે રઝળતા ઢોરને પકડવા માટેનો ખાસ એક્શન પ્લાન બનાવી લેવામાં આવ્યો હતો, અને હાલ 15 દિવસ નો પ્રોજેક્ટ તૈયાર કરીને તેને અનુસંધાને ટુકડીઓને શહેરમાં દોડતી કરી દેવામાં આવી છે.


જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, નાયબ કમિશનર ભાવેશ જાની, તેમજ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા સાહિત અધિકારીઓના માર્ગદર્શન સોલિડવેસ્ટ શાખાના અધિકારી રાજભા જાડેજા ની રાહબરીમાં ઢોર પકડવા માટેના આઠ કર્મચારીઓની એક ટુકડી, આવી બે ટુકડીઓને દોડતી કરાવવામાં આવી હતી. જેમાં એક ટ્રેક્ટરની ટ્રોલી સાથેનો ડ્રાઇવર જોડાયેલો છે.


ઉપરાંત મહાનગરપાલિકા તરફથી  સેનીટરી ઇન્સ્પેક્ટરને દરેક ટીમમાં એક એક એસ આઈ ને પણ પણ ટોપલીમાં દોડતા કરાવાયા છે, અને સવારે 8.30 વાગ્યાથી બપોરે અઢી વાગ્યા સુધી શહેરના જુદા જુદા બે વિસ્તારોમાં બે અલગ અલગથી ટીમને દૂર કરાવી છે, જયારે બપોર પછી અઢી વાગ્યાથી રાત્રિના દસ 55વાગ્યા સુધી બીજા રાઉન્ડમાં પણ વળવું એ ટુકડીઓને દોડતી કરવામાં આવી છે. જે સમગ્ર પ્રક્રિયા માટે પાંચ પોલીસ કર્મચારીનો બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો છેઉપર સમગ્ર ઢોર પ્રક્રિયા ની પકડવાની ઝુબેશ દરમિયાન વિડીયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે


મહાનગરપાલિકા દ્વારા ગઈકાલથી આ જુંબેશનો પ્રારંભ કરી દેવાયો હતો, અને પ્રથમ દિવસે 34 ગાય બળદ સહિતના રસ્તે રરતા ઢોરને પકડી લેવામાં આવ્યા છે અને ડબ્બામાં મોકલી દેવાયા. આજે આ ઉપરાંત જામનગર શહેરમાં જાહેરમાં ઘાસચારાનો વેચાણ કરીને જાહેર માર્ગ ઉપર પશુઓને ખોરાક આપી અડધણ વિગત કરી રહ્યા છે આવા ઘાસચારાના વિક્રેઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને શહેરના એ-ડિવિઝન તથા બી- ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application