પશુ નિયમન કાયદા હેઠળ પશુઓનું રજિસ્ટ્રેશનનો આદેશ : રાજકોટના માલધારીઓમાં રોષ, કહ્યું "રજિસ્ટ્રેશન પહેલા પૂરતી વ્યવસ્થા ઉભી કરો"

  • August 25, 2023 01:42 PM 


પશુ નિયમન કાયદા હેઠળ પશુઓનું રજિસ્ટ્રેશન કરાવવા સરકારએ આદેશ કર્યો છે. રાજકોટનાં માલધારી સમાજમાં સરકારનાં આદેશને લઈને રોષ જોવા મળી રહ્યો છે. પશુઓનું રજિસ્ટ્રેશન કરતા પહેલા પૂરતી વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરવામાં આવી છે. પશુઓનું રજિસ્ટ્રેશન કરવા સરકારી કર્મચારીઓને જે-તે સ્થળે મોકલવા અપીલ કરવામાં આવી છે. માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


રાજ્ય સરકારે રખડતા ઢોરને લઈ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ વિસ્તારોમાં રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે.પરમિશન માટે નિશ્ચિત ચાર્જ ભરવો પડશે. તો જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને પશુઓને ઘાસ ખવડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application