જામનગરમાં બે દુકાનના કાઉન્ટરમાંથી રોકડ રકમની ઉઠાંતરી

  • July 10, 2021 01:04 PM 

મહાલક્ષ્મીનો ચોક અને દિગ્વિજય પ્લોટમાં ગઠીયા કળા કરી ગયા

જામનગર શહેરમાં આવેલી બે જુદી જુદી દુકાનના કાઉન્ટરમાથી રોકડ રૂપિયાની ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ દફતરે દાખલ થઇ છે.

જામનગરની પટેલ કોલોની શેરી નંબર 9, રોડ નંબર 1 ખાતે વ્રજ રેસીડેન્સી બ્લોક નંબર 502 માં રહેતા વેપારી દિનેશભાઈ ચંદ્રકાંતભાઈ લાલની શહેરના મહાલક્ષ્મી ચોક હવેલી રોડ ખાતે દિનેશ એજન્સી નામની દુકાન આવેલી છે,

ગત તારીખ 30 ના સમય દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે ફરિયાદીની દુકાનનું શટર ખોલીને દુકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી ટેબલના કાઉન્ટરના ખાનામાં રાખેલા રોકડ રૂપિયા 24500 ની ચોરી કરીને લઇ ગયો હતો, આ અંગે દિનેશભાઈ દ્વારા સીટી-એ માં ગઈકાલે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

બીજા બનાવમાં જામનગરની સત્યમ કોલોની સામે સરસ્વતી સોસાયટી શેરી નંબર ત્રણમાં રહેતા વેપારી અનિલભાઈ વાસુદેવભાઈ મેઠીયા ની શહેરના દિગ્વિજય પ્લોટ 13, ડેરી સામે વિપુલ સાયકલ સ્ટોર નામની દુકાન આવેલી છે,

ગત તારીખ 4 /7 /21 ના સમય દરમિયાન કોઇ અજાણ્યા શખ્સે ફરિયાદીની દુકાનમાં પ્રવેશ કરીને ટેબલના કાઉન્ટરના ખાનામાં રાખેલા રોકડ રૂપિયા સાડા પાંચ હજારની ચોરી કરીને લઇ ગયો હતો, અનિલભાઈ દ્વારા ગઈકાલે સીટી એમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી બને ફરિયાદોના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS