જામનગરમાં યુવાન સાથે બાઈક અથડાવીને રોકડની લૂંટ

  • August 06, 2021 10:29 AM 

સુમેર કલબ રોડ પર અજાણી ત્રિપુટીનું કારસ્તાન: ગાડીમાં નુકસાન કર્યું : સીસીટીવી ફૂટેજના આધારે તપાસ

જામનગરના સુમેર કલબ રોડ પર ધ્રોલના એક યુવકની બાઇક સાથે અથડાવીને 3 અજાણ્યા શખ્સોએ ધાક-ધમકી આપીને રૂ.બે હજારની લૂંટ ચલાવી બાઈકમાં નુકસાન પહોંચાડીને નાસી છૂટયાનો બનાવ પોલીસ મથકે પહોંચ્યો છે જેમાં ત્રણ અજાણ્યા શખ્સો સામે લૂંટ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની તપાસ ચલાવવામાં આવી રહી છે.

ધ્રોલ તાલુકાના ખારવા રોડ પર રામપાર્ક ખાતે સ્કૂલની બાજુમાં આશ્રમની સામે રહેતા નવઘણ ભુપતભાઈ સોલંકી ઉંમર વર્ષ 27 નામનો યુવાન પોતાનું મોટરસાયકલ લઈને ગત તારીખ 24/ 7/ 21 ના સાંજના પાંચેક વાગ્યાના સુમારે જામનગરના સુમેર કલબ રોડ પરથી પસાર થતો હતો ત્યારે પાછળથી 3 અજાણ્યા શખ્સો આશરે ૨૫થી ૩૦ વર્ષના એક બાઈક ઉપર બેસીને આવ્યા હતા.

દરમિયાનમાં નવઘણભાઈ ની મોટર સાયકલ સાથે ભટકાડી ને જેમાં પાછળ બેઠેલા સખસે અપશબ્દો બોલીને ગાડીમાં પાંચ હજારનું નુકશાન કર્યું હતું.અને રૂપિયા 5,000 કાઢવાનું કહીને બીજા શખ્સે ફરિયાદીનો કાંઠલો પકડીને ત્રણેય શખ્સોએ તેને ઘેરી લઇને ધમકાવી પકડી રાખ્યો હતો તેમજ નવઘણભાઈના શર્ટના ખિસ્સામાંથી રૂ 2000 લઈ લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટયા હતા.

ગઈકાલે નવઘણભાઈ સોલંકી દ્વારા સીટી-એ ડિવિઝનમાં આશરે ૨૫થી ૩૦ વર્ષના ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ આઈપીસીની કલમ 392,504, 506 (2), 114 મુજબ ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ પીએસઆઈ નોઈડા ચલાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે શહેરના નિર્જન અને છેવાડાના વિસ્તારોમાં એકલદોકલ વ્યક્તિને રોકીને ઘમકાવાના તેમજ મુદ્દામાલ લૂંટી લેવાના બનાવો અંગે ફરિયાદો ઉઠવા પામી છે તાજેતરમાં યોગેશ્વર નગરમાં એક વ્યક્તિનો મોબાઇલ ઝૂંટવીને બાઇકમાં આવેલા શખ્સો ચાલ્યા ગયા હોવાની ચર્ચાઓ ઉઠી હતી તેમજ જામનગર નજીક હાઈ-વે પરથી એલસીબીની ટુકડીએ હાલમાં જ એમપીના 5 ઈસમને ધાડની કોશિશ કરતા પકડી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS