રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટેલ સામે આગાઉ પણ એકથી વધુ કારના કાચ તોડી મત્તા તફડાવી ગયાની ઘટના બની ચૂકી છે.ત્યારે અહીં વધુ એક આવી ઘટના બની છે.સયાજી હોટલમાં યોજાયેલી એક મિટિંગમાં ગયેલા જીમ સંચાલકની પાર્ક કરેલી કારનો કાચ તોડી ગઠિયાએ પિયા ૧.૪૦ લાખની રોકડ તફડાવી ગયા હતાં જે અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે પોલીસે સીસીટીવી ફટેજના આધારે તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,કાલાવડ રોડ પર ડાનગર–૩ શેરી નં.–૨ કોર્નર ઇસ્કોન મંદિરની પાછળ રહેતા મયુરભાઇ હરેશભાઈ સાવલીયા(ઉ.વ.૨૮) દ્રારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે,હત્પ નાના મવા રોડ ઉપર વાયનોટ નામનુ જીમ ચલાવી મા તથા મારા પરિવારનુ ગુજરાન ચલાવું છું.ગઇકાલ તા.૨૨ ના સાંજના હત્પં મારી કાર લઇને મારા ઘરેથી અહીં સયાજી હોટેલમા આઇ.પી.ઓ.ની મિટિંગ હોય જેથી મારી ગાડી સયાજી હોટેલની સામે રોડ ઉપર પાર્ક કરીને ચારેક વાગ્યે સયાજી હોટેલમા મિટિંગ માટે ગયેલા રાત્રીના આશરે દશેક વાગ્યાની આસપાસ મિટિંગ પુરી કરીને મારી પાર્ક કરેલી ગાડી પાસે આવતા કારનો ખાલી સાઇડનો આગળનો કાચ ટુટેલો હતો.બાદમાં અંદર જોતા ગાડીમા રાખેલ થેલામા મારા જીમના ધંધાના રોકડા એક લાખ ચાલીસ હજાર પુરા હતા તે થેલામા જોવામા આવેલ નહીં તેમજ ગાડીમાં પણ .૧૫૦૦ની નુકશાની કરી હતી.આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા હેડકોન્સ્ટેબલ બી.આર.વસાણી અને સ્ટાફે વધુ તપાસ શ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech