રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્રારા ટ્રાફિક નિયમન જાળવણી અને પાલન માટે માત્ર ૪૨ દિસની અંદરજ રોજિંદા ૮૨૨ કેસના સરેરાશે કુલ ૩૪,૫૩૦ કેસ કરીને લાખો રૂપિયાની હાજર શુલ્ક કે મેમો મારફતે વસૂલી કરવામાં આવી છે. જે કેસ થયા તેમાં મહત્તમ તો નાના વાહનો, ટુ વ્હીલર્સ, કાર્સ કે આવા વ્હીકલ્સ જ હશે. કમાઉ દીકરા સમાન વાહનોના નહીંવત જ કેસ હશે.
ટ્રાફિક નિયમોનું ઉલ્લ ંઘન ન થાય અને શહેરીજનો, વાહનધારકોને મુશ્કેલી ન પડે એ માટે ટ્રાફિક બ્રાંચે કાળા ઉનાળે કમર કસી હોય તે રીતે ટ્રાફિક બ્રાંચની જ યાદી મુજબ ગત ૧–૪–૨૪થી ૧૨–૫–૨૪ સુધીમાં અલગ અલગ ટ્રાફિક નિયમન ભગં હેઠળના ૩૪,૫૩૦ કેસ કરાયા છે. જે ગત વર્ષ ૨૦૨૩ના ઉપરોકત સમયગાળા દરમિબયાનમાં ૧૧,૩૬૦ કેસ વધુ છે. સરવાળે પોલીસ વાહનધારકોને નિયમબધ્ધ બનાવવા દોડતી રહી છે.
જાન્યુઆરીથી મે માસ (સાડાચાર મહિના) દરમિયાન માત્ર ૯૫ ભારે વાહનો જેમાં ટ્રક, ડમ્પર, ખાનગી બસો કે આવા હેવી વ્હીકલ્સનો સમોવશ થતો હોય છે આવા હજારો વાહનો પૈકી ૯૫ જ વાહનો ડિટેઈન થયા છે. જેમાં પણ ગત વર્ષની સરખામણીએ ૨૧ વાહન વધુ ડિટેઈન થયાનું જણાવાયું છે.
જીવલેણ અકસ્માતો ઘટાડવામાં ટ્રાફિક શાખાની મહેનત રગં લાવી
રાજકોટ શહેરમાં જીવલેણ અકસ્માતો થોડો વખત તો એકાંતરા જેવા બની ગયા હતા. અનેક પરિવારના મોભી, વ્હાલસોયા ગુમાવ્યા. ટ્રાફિક બ્રાંચ દ્રારા જીવલેણ અકસ્માતો ઘટવાડવા જે દિશામાં ટેકનિકલ તથા ફિઝિકલ સર્વે સાથેનો અભ્યાસ કરાયો તેના કારણે ટ્રાફિક બ્રાંચની મહેનત રગં લાવી અને સફળતા મળી છે. ગત વર્ષે એપ્રિલથી મે સુધીમાં ૨૬ જીવલેણ અકસ્માત થયા હતા જેની સાપેક્ષમાં ૨૦૨૪માં એપ્રિલથી અત્યાર સુધીના મેના પિરિયડમાં માત્ર બે જ વ્યકિતના મૃત્યુ થયા છે તેવી આંકડાકિય માહિતી ટ્રાફિક શાખા દ્રારા જાહેર કરાઈ છે.ખરેખર ફેટલના બનાવો ઘટાડવા બાબતે ટ્રાફિક શાખાની કામગીરી સરાહનીય કે અભિનંદનરૂપ કહીં શકાય
નાના વાહનોમાં મોટી ક્ષતિ દેખાય, મોટામાં આંખો બંધ?
રોજિંદા ખાણ ખનિજ ભરેલા ડમ્પરો જ એટલા દોેડે છે . ખાલી ખનિજ ચોરીઓ તો થતી જ હશે. પરંતુ ટ્રાફિક નિયમનોનો પણ સરેઆમ ભગં થાય છે. આમ છતાં આવા માત્ર ત્રણ આંકડામાં પણ વાહનો ડિટેઈન થયા નથી. નાના વાહનોમાં મોટી ક્ષતિ દેખાય છે તુરતં જ દંડ, ડિટેઈન થાય ચે ટ્રાફિક શાખાની આ કામગીરી નિયમ મુજબ સારી બાબત છે પરંતુ ખુલ્લ ેઆમ દોડતા આવા તોતિંગ વાહનો ડમ્પરોમાં ખનિજ જયારે પેસેન્જર્સ વ્હીકલસમાં પાર્સિગથી વધુ મુસાફરો ભરીને મોત નોતરતા હોય તે રીતે આવા વાહનો દોેડે છે. જે પોલીસની નાની આંખમાં કદાચ આવા મોટા કમાઉ વાહનો નહીં દેખાતા હોય એવું કાંઈ હશે?ની પણ ભારે ચર્ચા છે. ડમ્પરો, બસો, ટ્રકો કે આવા વાહનો રોજિંદા કેટલા દોડે છે એ બાબતથી ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈ વોર્ડન સુધીના કોઈ અજાણ તો હોઈ શકે એવું બને નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાબરા બાર એસો.ની ચૂંટણીમાં હોદેદારોની બિનહરીફ વરણી
December 25, 2024 10:50 AMરાણાવાવમાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
December 25, 2024 10:49 AMજુઓ કાંધલ જાડેજા એ પોતાના મત વિસ્તાર માટે વધુ એક કામ સ્વખર્ચે કરાવ્યું
December 25, 2024 10:48 AMપોરબંદરમાં ભૂગર્ભ ગટર ઉભરાવા પાછળ લોકોની બેદરકારી જવાબદાર
December 25, 2024 10:46 AMજેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણીના પ્રોજેક્ટને રદ કરવાની માંગ
December 25, 2024 10:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech